Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

સુઇગામ કોર્ટનો મહત્વનો ચુકાદો :મારામારીના કેસમાં મોરવાડા ગામના 7 આરોપીઓને કસૂરવાર ઠેરવી દરેકને 2 વર્ષની સજા ફટકારી.

  • એક વર્ષ અગાઉ કૌટુંબિક બાબતોને લઈ તકરાર થતાં માર મારતા સુઇગામ પો.સ્ટેશને 7 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો,

સુઇગામ તાલુકાના મોરવાડા ગામના કૌટુંબિક ભાઈઓ વચ્ચે ખેતરમાં જવાના માર્ગને લઈ થયેલ તકરારમાં લાકડી ધોકા જેવા હથિયારો સાથે સમાવાળા ને માર મારી ઇજા પહોંચાડતા જે અંગે સુઇગામ પો.સ્ટેશને7 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો,જે કેસ સુઇગામ ની મેં.જયું.મેં.ફ.કોર્ટમાં ચાલી જતા 7 આરોપીનેને કસૂરવાર ઠેરવી દરેકને 2 વર્ષની સજા અને 5 હજારનો દંડ ફટકારવાનો મહત્વપૂર્ણ હુકમ કરતાં કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો.


સુઇગામ તાલુકાના મોરવાડા ગામે એક વર્ષ અગાઉ ખેતરમાં જવાના માર્ગને લઈ કૌટુંબિક તકરાર થતાં 7 વ્યક્તિઓએ એકસંપ થઈ લાકડી ધોકા તેમજ ઘાતક હથિયારો સાથે માર મારતા સમાવાળા ઘાયલ થતાં સુઇગામ પો.સ્ટેશને તમામ 7 વ્યક્તિઓ વિરુદ્ધ IPC 323,324,506(2),194 ખ મુજબ ગુનો નોંધાયો હતો,જે કેસ સુઇગામ ની મેં.જયું.મેં.ફ.ક.કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કે.એમ.ખાખલેચા ની દલીલોને ગ્રાહ્ય રાખી સાયોગિક પુરાવા આધારે કેસ પુરવાર થતાં મેં.જ્યુડિશિયલ મેં.તરુંણકુમારે મોરવાડા ગામના તમામ 7 આરોપીઓને તકસીનવાર ઠેરવી દરેકને 2 વર્ષની સાદી કેદની સજા અને 5 હજારનો દંડ ફટકાર્યો હતો,અને દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા કરવાનો મહત્વપૂર્ણ હુકમ કરતાં કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો,

  • સજા પામેલ આરોપીઓ.

(1)ભગવાનભાઈ મનજીભાઈ વણકર
(2) દશરથભાઈ દેવરામભાઇ વણકર
(3)નશાભાઈ મનજીભાઈ વણકર
(4) વિરમભાઈ ચુનાભાઈ વણકર
(5)સોમાંભાઇ પ્રેમાભાઈ વણકર
(6)કીર્તિભાઈ વધાભાઈ વણકર
(7)દીપકભાઈ મેલાભાઈ વણકર

તમામ રહે.મોરવાડા.તા.સુઇગામ

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: