ગાંધી બાપુના ગુજરાત માં દારૂ ની કડક અમલવારી દાવા વચ્ચે બનાસકાંઠા જીલ્લા માં હજુ પણ દારૂ ની હેરાફેરી કરવામાં આવી રહી છે ત્યારે જીલ્લા માં કાયદો અને વ્યવસ્થા લઇ ધજીયા લીરે લીરા હોય તેવું દેખાઈ રહ્યું છે જયારે બનાસકાંઠા ના સરહદી વિસ્તાર માં રોજે રોજ દારૂ પકડાવાની ધટના સામે આવી રહી છે ત્યારે જીલ્લા પોલીસ વડા ની પ્રોહીબીશેન, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરતા એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.તથા આર.જી.દેસાઇ પો.સબ. ઇન્સ્પેક્ટર એલ.સી.બી પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ હે.કોન્સ.ભુરાજી,તથા પો.કો.અમરસિંહ તથા દશરથભાઈ નાઓ થરાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હાલ મલુપુર ગામે રહેતા નરસિંહભાઇ ઉફે છોટુ સવાભાઇ રબારી ના વપરાસ માટે રાખેલ મકાન માં બાતમી હકીકત આધારે રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર ની બોટલ નંગ 674 કિ.રૂ.89400 /- નો ગે.કા.અને વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ રાખી ઘરે હાજર ના માળી આવી ગુનો કરેલ હોઈ તેના વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માં જીલ્લા એલ.સી.બી .એ રૂ 89400 દારુ ઝડપ્યો
Tags:
#થરાદ ના સમાચાર#થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માં જીલ્લા એલ.સી.બી .એ રૂ 89400 દારુ ઝડપ્યો#વાવ થરાદ#વાવ થરાદ ના સમાચાર#વાવ ના સમાચાર
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
