સમાજમાં એકતાની ભાવના વધે સમજણ બાળકોમાં ખેલદિલીની ભાવનાનો વિકાસ થાય તે માટે આજે ઓસ્વાલ જૈન મારવાડી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન કરવામાં આવ્યું હતું.. ડીસા ખાતે આવેલા સ્પોર્ટ્સ કલબ મેદાનમાં યોજાયેલી આ ટુર્નામેંટમાં ભારતભરમાં વસતા ઓસ્વાલ જૈન મારવાડી સમાજના ક્રિકેટરોએ ઉત્સાહથી ભાગ લીધો હતો .. આ ટુર્નામેંટનું સીધું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.. અને હજારો લોકોએ મોબાઈલ અને યુટ્યુબના માધાયમથી આ ક્રિકેટ ટુર્નામેંટને નિહાળી હતી.. આ ટુર્નામેંટમાં માત્ર ક્રિકેટરોએ જ નહીં પરંતુ સમાજની મહિલાઓ અને વૃધ્ધો પણ હાજર રહ્યા હતા.. અને સમગ્ર સમાજના લોકોએ સામૂહિક ભોજન પણ લીધું હતું.. આજે આખો દિવસ ઓસ્વાલ જૈન મારવાડી સમાજના તમામ લોકો સંયુક્ત રીતે સાથે મળીને આખો દિવસ ઉજવણી કરી હતી.. અને સાંજે આ ટુર્નામેંટની ફાઇનલ મેચનું આયોજન થયું હતું.. જેમાં વિજેતા ટિમ અને રનર્સ ટીમને ટ્રોફી આપવામાં આવી હતી.. અને આ ટુર્નામેંટમાં ઉમદા પ્રદર્શન કરનાર ખેલાડીઓને પ્રોત્સાહિક ઇનામો આપવામાં આવ્યા હતા.
ડીસા ઓસ્વાલ જૈન મારવાડી સમાજના ક્રિકેટ નું આયોજન કરાયું
Tags:
#Deesa Oswal Jain Marwadi Samaj Cricket Organized#ડીસા ઓસ્વાલ જૈન મારવાડી સમાજના ક્રિકેટ નું આયોજન કરાયું#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા ના સમાચાર
Related News Stories
ભારતીય રમતવીરોનો એશિયન ગેમ્સમાં ઐતિહાસિક દેખાવ: 100 થી વધુ મેડલ જીતી રચ્યો નવો ઇતિહાસ
નવી દિલ્હી: ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધાર્યું છે. એથ્લેટિક્સ,...
એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક
ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું
દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ...
પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...
