Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસા નગરપાલિકા હોલમાં ધણા સમય બાદ આજે શાંતીપૂર્ણ માહોલમાં જનરલ બોર્ડ નીં બેઠક સંપન્ન…

ડીસા નગરપાલિકા ખાતે શનિવારે સામાન્ય સભા ની બેઠક યોજાઇ હતી પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરના અધ્યક્ષ સ્થાને આ જનરલ બોર્ડ યોજાયું હતું જોકે બહુ લાંબા સમય બાદ સાધારણ સભા ની બેઠક ,૩૦ મિનિટ સુધી ચાલી હતી જેમાં ઘણા સમય બાદ આજે શાંતીપૂર્ણ માહોલમાં જનરલ બોર્ડ યોજાતાં ચુંટાયેલા સભ્યો દ્વારા આજે પોતાના વિસ્તારનાં વિકાસનાં કામોને લઈને બોર્ડમાં રજુઆત કરવામાં આવી હતી જ્યારે આજે યોજાયેલ જનરલ બોર્ડમાં અધ્યક્ષ રાજુભાઇ ઠક્કર દ્વારા ડીસા નગરપાલિકા વિસ્તારમાં રીસાલા બજારથી રાજપુર પાંજરાપોળ ને જોડતાં રસ્તાનું નામ ડીસાના જીવદયાપ્રેમી ભરત કોઠારી માર્ગ આપવા દરખાસ્ત કરવામાં આવી હતી જેને બહાલી આપવામાં આવી હતી ડીસા પાલિકા વિસ્તારના રોડ સાઈડમાં સ્વછતા અભિયાન અંતર્ગત ડસટબીન મુકવા ૧૦ લાખનો ખર્ચ કરવાની મંજુરી આપવામાં આવી હતી સેનેટેશન વિભાગમાં લોડરની ખરીદી કરવા અંદાજે ૧૫ લાખનો મંજુરી આપવામાં આવી હતી જોકે આજની બેઠક માં કૉંગ્રેશ ના નગરસેવક જગદીશભાઈ મોદી દ્વારા કર્મચારીઓ માં બાકી ચડેલા પગારો તેમજ નિવૃત કર્મચારીઓ ના બાકી નાણાં જલ્દી ચુકવવામાં આવે તે બાબતે રજુઆત કરી હતી

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: