Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ભૂસ્તર વિભાગે ડીસા-ધાનેરા રોડ પરથી રેતીની તસ્કરી કરી જતા પાંચ ડમ્પરને ઝડપી પાડ્યા

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે. જેમાં ડીસા ધાનેરા રોડ પરથી ગેરકાયદેસર રેતીની તસ્કરી કરી જતા પાંચ ડમ્પર સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ડમ્પર માલિકોને લાખો રૂપિયાનો દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રેતીની તસ્કરી ખૂબ જ વધી ગઈ છે. જે અંગે પાલનપુર ભૂસ્તર વિભાગ પણ એલર્ટ બન્યું છે. તે દરમિયાન ડીસાથી ધાનેરા રોડ પર રોયલ્ટી ભર્યા વગરના ડમ્પર પસાર થતા હોવાની માહિતી મળતા જ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશીની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને ધાનેરા તરફ જઈ રહેલા શંકાસ્પદ પાંચ ડમ્પરને થોભાવી પૂછપરછ કરતા રોયલ્ટી ભર્યા વગર બનાસનદીમાંથી રેતીનું વહન કરી જતા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ખાણ ખનીજ વિભાગની ટીમે પાંચ ડમ્પર સહિત કુલ એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભૂસ્તર વિભાગની ટીમે આ ડમ્પરોને ડીસા તાલુકા પોલીસને સોપી તેના માલિકો સામે લાખો રૂપિયાના દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રેતી તસ્કરીની ફરિયાદો વધી જતા ખાન ખનીજ વિભાગ સતર્ક બન્યું છે અને ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોશીની કડક કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: