Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

ધાનેરા નગરપાલીકા પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય…

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : બનાસકાંઠા

ધાનેરા વોર્ડ નંબર 4 ના ઉમેદવાર જગલબેન કાનાજી ઠાકોરનું મોત નિપજ્યા બાદ વોર્ડ નંબર ચારની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેની આજે મામલતદાર કચેરીના મીટીંગ હોલમાં મતગણતરી કરવામાં આવી હતી. જેમા કોંગ્રેસના ઈન્દ્રાબેન બળવંતજી ઠાકોરને ૧૦૮૯ વોટ મળતા ૨૭૨ મતથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.જયારે  બીજી તરફ ભાજપના ભુરીબેન હંસાભાઈ પરમારને ૮૧૭ વોટ મળતા તેઓની કારમી હાર થઇ હતી.ધાનેરા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં જીત મેળવી પોતાના પક્ષનું ખાતું ખોલાવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રંગુબેન ધારસીભાઈ રાગીને ફક્ત ર૧૭ વોટ મળ્યા હતા. આ પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ ખેલાયો હતો.જો કે મતગણત્રી વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધાનેરા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આજની ચુંટણી પરીણામ કોંગ્રેસ તરફી આવતા ધાનેરા નગરપાલિકામા કોંગ્રેસના ૧૬ સભ્યો થયા છે, જયારે ભાજપની પાસે બાર સભ્યો છે.હવે ચુંટાયેલા ભાજપ અને કોંગ્રેસના ૨૫ સભ્યોને સાત તારીખે ગાંધીનગરથી કમિશ્નરનું ભ્રષ્ટાચારને લઈને તેડું આવતા નવા-જુની થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: