Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

વાવ ના તલાટી ક્રમ મંત્રીઓ પડતર માંગણીઓ ને લઇ પ્રતિક ઉપવાસ તેમજ ધરણા યોજાયા ..

સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે આજરોજ તા -૦૧/૧૦/૨૦૨૧ ના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી કેડર ને લગતા વિવિધ પડતર પ્રશ્નો ને લઈ ને દિન 01 ની CL મૂકીને પ્રતિક ઉપવાસ તેમજ ધરણા યોજાયા હતા રાજ્ય સરકારમાં તલાટી ક્રમ મંત્રીઓ પડતર માંગણીઓ ને લઈને વારંવાર લેખિતમાં રજૂઆત કરી છે. તો બીજી બાજુ સરકાર તરફથી કોઇ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. હવે તલાટી મહામંડળે પોતાની પડતર માંગણીઓ ને લઇ વાવ તાલુકા પંચાયત ખાતે પ્રતિક ઉપવાસ તેમજ ધરણા યોજી સરકાર સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો જો કે તલાટીઓની સરકાર દ્વારા હજી કોઈ માંગણી સ્વીકારી નથી.અગાઉ પણ  13મી સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેને લઇ ને તાલુકા કક્ષા એ ઉગ્ર વિરોધ નોધાયો હતો જેમાં વિવિધ માંગણી જેવી કે  ૧)મહેસુલી તલાટી ના પગાર માં બઢતી કરવી ૨)૨૦૦૪/૦૫/૦૬ ની ભરતી ના તલાટી ને

વિદ્યાસહાયકો ની માફક ગણવી ૩)તલાટી ક્રમ  મંત્રી ને વિસ્તરણ અધિકારી કે કોઈ અન્ય ગ્રામ વિકાસ માં બઢતી આપવા ૪)ઓનલાઈન હાજરી પૂરવાનો નિર્ણય રદ કરવા તેમજ ૫) તલાટી ઓ પર થતા હુમલા અંગે સ્પસ્ટ નીતિ ધડવા અંતે માંગણી ૫) ૧ ગ્રામ ૧ તલાટી ના સુત્ર મુજબ ધટ થતી હોય તો નવી ભરતી કરવી વગેરે માંગો ને લઇ તલાટી શ્રી દ્વારા વાવ તાલુકા પંચાયત ખાતે વિરોધ દર્શાવ્યો હતો જેમાં પ્રમુખ સુનીલભાઈ ત્રિવેદી અને,ગુજરાત તલાટી મંડળ  ઉપ્રમુખ રામભાઈ દેસાઈ,નેહાબેન પટેલ ,વિક્રમ રાજપૂત ,કિરણભાઈ રાજપૂત બ્રિજેશ ભાઈ સોલકી ,તલાટી ક્રમવગેરે હાજર રહ્યા હતા જેમાં ગુજરાત તલાટી મંડળ  ઉપ્રમુખ રામભાઈ દેસાઈ દ્વારા જણાવાયું હતું કે જો અમારી માંગો ને સરકાર ધ્યાન માં નહિ લેતો લો આગામી સમય માં ગાંધીનગર ખાતે આવેલ સત્યાગ્રહ છાવણી માં ધરણા યોજીશું સાથે સાથે સરપંચ એસોસિએશન ના પ્રમુખ દ્વારા આ કાર્યક્રમ ને સમર્થન આપી સરકાર સામે બાયો ચઢાવી હતી .

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: