Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

SOG અને LCB ના સંયુક્ત ઓપરેશન 25લાખ ની લૂંટ નો ભેદ ઉકેલાયો.ગણતરી ના દિવસો માં કાર સહિત બીશ્નોઈ ગેંગ ઝડપાઇ

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :ગુજરાત

ઉનાવા નજીકથી તાજેતરમાં વાવ ના ઢીમા ગામ નાવેપારીનું અપહરણ કરી 25 લાખની લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે રાજસ્થાનની બિશ્નોઇ ગેંગના ઇસમોને ઝડપી લીધા છે. જાણવા મળતી માહિતી અનુસાર અગાઉ ઉનાવા પાસેથી વેપારીને 3 ઇસમોએ મુસાફરના વેશમાં કારમાં બેસી બેધડક લૂંટ ચલાવી હતી જે બાદમાં જીલ્લાભરની પોલીસે ઇસમોને શોધવા કવાયતમાં લાગી હતી. આ તરફ મહેસાણા LCBએ ચોક્કસ બાતમી મેળવી ઇસમને એક કાર સાથે ઝડપી પાડ્યો હતો. જ્યાં તેની સઘન પુછપરછ દરમ્યાન ઇસમે પોતાના સાગરીતો સાથે મળી લૂંટને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યુ હતુ. જેમાં પોલીસે ઇસમને જે કાર સાથે ઝડપ્યો તે કાર વેપારીની જ હોવાનું ખુલ્યુ હતુ. જેથી ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધી અન્ય 2 ફરાર ઇસમોને શોધી કાઢવા તપાસ શરૂ કરવામાં આવી છે.

વિગતો મુજબ મહેસાણા જીલ્લાના ઉનાવા પાસે 7 સપ્ટેમ્બરના રોજ રમેશભાઇ ચૌધરી ને માદરે વતન ઢીમા તરફ જવા નીકળ્યા હતા તે દરમિયાન વેપારીએ બંધક બનાવી લૂંટ ચલાવાઇ હતી. જેમાં રોકડ રકમ અનેલ કાર સહિત 25 લાખથી વધુની લૂંટ મામલે ઉનાવા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેથી મહેસાણા SP ડો.પાર્થરાજસિંહે ઇસમોને ઝડપી લેવા સુચના આપી હતી. જેને લઇ LCB, SOG અને ઉનાવા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની સાત જેટલી અલગ-અલગ ટીમો બનાવી ઇસમોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ તરફ મહેસાણા LCB PI એ.એમ.વાળા દ્રારા PSI એસ.બી.ઝાલા, એ.કે.વાઘેલા અને એસ.ડી.રાતડા સહિતની ટીમ સધન ચેકીંગ માં હતી.

આ દરમ્યાન LCBની ટીમને ચોક્કસ બાતમી ના આધારે, ઊંઝા તરફથી એક સફેદ કલરની ગાડી શંકાસ્પદ હાલતમાં આવે છે. જેથી LCBએ ગાડીને રોકવાનો ઇશારો કરતાં ચાલકે કાર ઉભી નહીં રાખી ભગાડી મુકતાં LCBએ પણ ફિલ્મી ઢબે તેનો પીછો કર્યો હતો. જ્યાં એકાદ કિલોમીટર દૂર ઇસમને ઝડપી પાડી નામ પુછતાં પોતાનું નામ બિશ્નોઇ (ઇરામ) શ્રવણરામ ભવરારા (ઉ.વ.27) રહે.મોડાથલી, તા.લુણી, જી.જોધપુર (રાજસ્થાન) વાળો હોવાનું કહ્યુ હતુ. જેથી પોલીસે કારના સાધનિક પુરાવાઓ માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવતાં વેપારીની કાર સહિત કિ.રૂ.5,00,700નો મુદ્દામાલ જપ્ત કરી મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: