Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

સુઈગામ પોલીસ ના બે કોન્સ્ટેબલ વિરુધ જીલ્લા પોલીસ વડા ને લેખિત રજૂઆત …

યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ 

 સરહદી પંથક માં કોરોના ની મહામારી ને જોઈ લોકો જાગૃત બની માસ્ક અને સોસીયલ ડીસ્ટનસ ની ગાઈડ લાઈન નું પાલન કરતા નજરે જોવા મળ્યા છે જેમાં સુઈગામ પોલીસ ના બે કોન્ટેબલ ના વિરુધ એક જાગૃત નાગરિક દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તારાચંદ વરધીલાલ પરમાર જે સુઈગામ ના માળીવાસ માં રહે છે જેમની ઉ.વ ૬૦ તેમના દ્વારા જણાવામાં આવ્યું કે હું બપોર ના ૨ વાગે મારા ધરના દરવાજા બહાર બેઠો હતો .તેમાં અચાનક પોલીસ સુઇગામ પો.સ્ટે.ના પો. હેડ.કો.ગણેશભાઈ વાલાભાઈ,બ.નં.૮૬૭ તેમજ પો.કો.પ્રકાશકુમાર મોતીજી.બ.નં.૪૮૭ નાઓ આવેલા જેથી અમો અમારા ધરમાં જતા રહેલા પરંતું અમોને ઘરમાં જતાં જોઇ ઉપરોક્ત બંને પો.કર્મીઓ અમારા ધરમાં બળજબરી પૂર્વક હાથમાં ધોકા સાથે ધસીઆવેલા.અને ઉશ્કેરાયેલા હોય અમારા ઘરમાં અમારા બૈરા–છોકરાની હાજરીમાં બેફામ મા—બેન સામી ભંડી ગાળો બોલવા લાગેલા અને કહેવા લાગેલ કે, રૂા.૧૧૦૦/– આપી પાવતી લઇ લ્યો જેથી અમોએ તેમને જણાવેલ કે મારા ઘરમાં આવી ગાળો કેમ બોલો છો? જેથી તેઓ એકદમ ઉશ્કેરાઇ જઇને મને તેમના હાથમાં રહેલ ધોકાથી માર મારવા લાગેલા અને મને નીચે પાડી દઇ ગડદા પાટુનો માર મારવા લાગેલા જેથી મારા શરીરે લાગવાની નાની મોટી ઇજાઓ થયેલ છે. મે મા બુમ કરતાં બાજુમાં રહેતા મારા નાનાભાઇ રજનીકાંત પરમાર તેમજ મારાં પત્નિ દોડી આવી વચ્ચે પડતાં અને રૂ।.૧૧૦૦/- આપવાનું કહેતાં મને વધારે માર મારવાથી છોડાવેલ.ત્યાર બાદ હું ઉભો થઇ મારા ધરમાંથી રૂા.૧૧૦૦/- અગ્યાર સો પુરા જેમાં રૂા.૫૦૦/-ના દરની ૧(એક) નોટ રૂા.૧૦૦ના દરની ૫(પાંચ) નોટ તેમજ રૂા.૨૦/- ના દરની ૫(પાંચ) નોટ મળી કલ રૂા.૧૧૦૦/– પો.હે.કો.ગણેશભાઇ ના હાથમાં આપેલ ત્યાર બાદ પો.કો.પ્રકાશકુમારે મારૂનામ લખીને મને રૂ।.૧૦૦૦/- પાવતી આપેલ. મારા ધરમાં અમોએ તેમને રૂા. ૧૧૦૦/– પુરા આપ્યા પછી તેઓ રૂા. ૧૧૦૦ ગણીરહયા હતા તેના હું મારા મોબાઇલથી ફોટા પાડતો હતો જેથી તેઓ વધારે ગુસ્સે થઇ મને ફરીથી ગાળો બોલતાં મારો મોબાઇલ લુટવા માટે મને બોચીએથી પકડી ફરીથી મને ગડદાપાટુનો માર મારવા લાગેલ પરંતું ત્યાં હાજર મારા નાનાભાઇ વચ્ચે આવતાં મને છોડાવેલ આમ ઉપરોકત હકીકતની ફરીયાદ અમારી સાચી હોઇ અમારા ઘરમાં બીન અધિકૃત પરવાનગી વગર બળજબરી વાપરી ઘરમાં ધસી આવી અમોને માં-બૈન સામે ભુંડી ગાળો બોલી અમોને ઢોર માર મારી સતાનો દુર ઉપયોગ કરી અમારી પાસેથી રૂા.૧૧૦૦/- અગ્યાર સો પુરા લઇ રૂ.૧૦૦૦/- ની પાવતી આપેલ અને અમારો મોબાઇલ લટવાનો બળજબરી પૂર્વક પ્રયાસ કરેલો હોય અને જતાં જતાં અમોને કોઇ મોટા કેશમાં ફસાવી દેવાની ધમકીઓ આપી જતા રહેલા. મારા ઘરમાં બનેલ બનાવના તેમજ અમોને મારથી થયેલ ઇજાઓના ફોટા આ સાથે સામેલ છે જેથી બનાસકાંઠા પોલીસ વડા આ બંને કોન્ટેબલ વિરુધ કડક વલણ અપનાવી આ લોકો વિરુધ કાયદેસરની કાર્યવાહી કરે જેથી આવી બીજા લોકો ને આ પાઠ નો બોધ મળે .. 
Tags: ##ram##rammandir##STUDENT #daily share##suigam##suigam #big breaking news##SURAT #BANASKANTHA##update##VAV##કોરોના વેક્સીન##ગુજરાત##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#caste politics in gujarat#deepak rajsuman #BREAKING NEWS#deesa#deesa college#dnp college deesa#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google#google human chip#google translation#gujarat politics#gujrat map#gujrat news#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#india#india best dancer winner 2020#india vs england #daily viral#king of politics in gujarat#latest news of gujrat#maru gujrat#news#normal oxygen level#oxygen level in body#oxygen level in human body#politics in gujarat#politics of gujarat#sas gujrat#ssa gujrat#timeofindia#translation#translation english to hindi #bjp#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#zeenewsindia.com #BANASKANTHA#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ #2021#વાવ #2021#1M #covid19 #yehhainewsindia#વાવ #2021#1M #covid19 #yehhainewsindia #bjp
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: