Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

થરાદ રેફરલ હોસ્પિટલ પાસે બાબા સાહેબની પ્રતિમાને મહાપરિનિર્વાણ દિને પુષ્પાંજલિ અર્પણ

થરાદ રેફરલ હોસ્પિટલ પાસે બાબા સાહેબની પ્રતિમાને મહાપરિનિર્વાણ દિને પુષ્પાંજલિ અર્પણ

વાવ થરાદ જિલ્લાના થરાદ રેફરલ હોસ્પિટલ પાસે સ્થાપિત ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને મહાપરી નિર્માણ દિન નિમિતે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ફૂલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.આ અવસરે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ તથા તાલુકા સ્તરના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં થરાદ શહેરના નાગરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા અને આદરના ભાવ સાથે શાંતિપૂર્ણ રીતે યોજાયો

હતો.કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે પૂર્વ સાંસદ પરબતભાઈ, માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, વિજય ચક્રવતી, રિતેશભાઈ પ્રજાપતિ, ડી.ડી. રાજપૂત, થરાદ ભાજપ પ્રમુખ, ભાજપ મહિલા મોરચા તથા અનુ.જાતિ મોરચાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પ્રસંગે વક્તાઓએ ડૉ. બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષમય જીવન, તેમનું બંધારણીય યોગદાન તથા સામાજિક સમરસતાના સંદેશને યાદ કરી તેમના વિચારોને જીવનમાં ઉતારવાની અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમ થરાદ શહેરમાં એકતા અને સમરસતાનો સંદેશ આપવા માટે પ્રેરક સાબિત થયો હતો.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: