ગુજરાત માં આરોગ્ય વિભાગમાં પાયાની કામગીરી કરનારા આશા વર્કર બહેનોનું ઇન્સેન્ટીવ પ્રથા જેવી શોષણ ભરી પ્રથાથી શોષણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 2000 જેવો મામુલી પગાર વધારો જાહેર કરાયો છે. જેને લઇ આશા વર્કર બહેનોમાં રોષની લાગણી છવાઈ છે અને ગત તા.30-8-2022ની વેતનની જાહેરાતમાં રૂા.5000 અંગે પુન: વિચારણા કરવા માંગણી કરાઇ છે. આ ઉપરાંત આશા વર્કર બહેનોને ઇન્સેન્ટીવ પ્રથા જેવી શોષણ ભરી પ્રથામાંથી આઝાદી અપાવી ફિકસ વેતન કે લઘુતમ વેતન ચુકવવા, વર્ગ-4નું કાયમી મહેકમ ઉભું કરી આશા વર્કર બહેનોનો સમાવેશ કરવા, આશા વર્કર બહેનોના કામગીરીનો સમય ગાળો નકકી કરવા આશા વર્કર બહેનોને 180 દિવસની મેટરનિટી લીવ આપવા સહિતના પડતર પ્રશ્નોને લઇ ને આજ રોજ તા .૦૬/૦૯/૨૦૨૨ ના રોજ વાવ તાલુકા ના ગોલગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડીકલ ઓફિસર ને આવેદન પત્ર પાઠવી અચોકકસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા હતાં.
વાવ ની ગોલગામ PHC ની આશા વર્કરો એ આવેદન પાઠવી, અચોકકસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
