અંબાજી ભાદરવી મહાકુંભના સૌથી મોટા સેવા કેમ્પનો પ્રારંભ જય જલીયણ ફાઉન્ડેશન દ્વારા 15 વર્ષથી યોજાતો સૌથી મોટો સેવા કેમ્પ આપો ટુકડો તો હરિ ટુકડો જલારામ બાપાના જીવન પથ પર એક કદમ 24 કલાક પદયાત્રીઓને સ્વાદિષ્ટ ભોજન વિશાળ સામિયાણામાં આરામની વ્યવસ્થાઅને મેડિકલની ઉત્તમ સુવિધા બે વર્ષ બાદ યાત્રાધામ અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહા મેળામાં આવતા લાખો પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પો સેવાની સરવાણી વહાવે છે જેમાં સૌથી મોટો સેવા કેમ્પ જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા દાંતા રતનપુર ખાતે શરૂ કરાયો છે. કેમ્પના પ્રથમ દિવસે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ મુલાકાત પદયાત્રિકોને ભોજન પ્રસાદ પીરસ્યો હતો સાથે સાથે આયોજકોની આ કામગીરીને બિરદાવી હતી. જે કેમ્પનો સોમવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં પદયાત્રીકોને મિષ્ઠાન, ભોજન, આરામની ઉત્તમ સુવિધા અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સંત શ્રી જલારામ બાપા નો જીવન મંત્ર હતો કે ભોજન કરાવવું અને દુનિયાની સેવા કરવી જેને ફળિભુત કરવા જય જલિયાણ ફાઉન્ડેશન ડીસા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જેમાં છેલ્લા 15 વર્ષથી અંબાજી જતા પદયાત્રીકોની સેવા માટે દાંતા નજીક રતનપુર ખાતે બનાસ દૂધ શીત કેન્દ્રની સામે વિશાળ સેવા કેમ્પ નો પ્રારંભ કરવામાં આવ્યો છે
અંબાજી ભાદરવી મહાકુંભ ના સૌથી મોટા સેવા કેમ્પ નો પ્રારંભ
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
