Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમનો ફાયદો ઘરે બેઠા ઉઠાવો, ફટાફટ પૈસા થશે ડબલ

આજનો યુગ ડિજિટલ યુગ છે. ઓનલાઈન ચલણ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં એવી કેટલીય પોલિસી આવી છે જે હવે ઓનલાઈન મળી રહી છે. ત્યારે આવા સમયે જો આપ પણ સરકારી ઓફિસોના ચક્કર કાપવા નથી માગતા તો, આપ પણ પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ જેવી યોજનાઓમાં ઓનલાઈન સર્વિસ શરુ કરી શકશો. ઘરે બેઠા આ યોજનાનો ફાયદો ઉઠાવી શકશો. જોવી તેના માટે ઈન્ટરનેટ હોવું જરૂરી છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સુવિધાનો લાભ લેવા માટે ઈન્ટરનેટ બેંકીગ હોવું જરૂરી છે. કોઈ પણ NSC અથવા KVC અકાઉન્ટ ખોલવા માટે સૌથી પહેલા ડિપાર્ટમેંટ ઓફ પોસ્ટ ઈંટરનેટ બેંકીની સુવિધા લેવી પડશે. પોસ્ટ વિભાગની ડીઓપી ઈન્ટરનેટ બેંકીંગનો ઉપયોગ કરનારા અકાઉન્ટ હોલ્ડર્સ ઘરે બેઠા એનએસસી અને કેવીપી અકાઉન્ટ ખોલી શકશે. આ સુવિધા અંતર્ગત અકાઉન્ટ ખોલવા અથવા બંધ કરવાની સર્વિસ રિક્વેસ્ટ ઓફ જનરલ સર્વિસિઝ ઓપ્શનમાં જવાનું રહેશે. ત્યાર બાદ એનએસસી અને કેવીપી અકાઉન્ટનું ઓપ્શન ખુલશે. 

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાથી રોકાણ કરી શકશો. તેમાં વધારે રોકાણની કોઈ મર્યાદા નથી. તેમાં ગેરેન્ટી સાથે રિટર્ન પણ ળશે અને મેચ્યોરિટી પિરિયડ 5 વર્ષનો હોય છે. તેના પર આપને 6.8 ટકાના દરથી વાર્ષિક વ્યાજ પણ મળશે. જે એફડી કરતા વધારે છે. તેમાં રોકાણ કરવા પર ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80 સી એંતર્ગત ટેક્સ છૂટ પણ મળે છે. જો કે આ છૂટ 1.5 લાખ રૂપિયા સુધીના રોકણ પર જ મળશે. 

કિસાન વિકાસ પત્ર

આ યોજનાનો મેચ્યોરિટી પિરીયડ હાલમાં 124 મહિના છએ. તેમાં ઓછામાં ઓછુ 1000 રૂપિયાનું રોકાણ કરવાનું થાય છે. વધારે રોકાણની કોઈ લિમિટ નથી. ખાસ કરીને આ પ્લાન ખેડૂતો માટે બનાવામાં આવ્યો છે.  જેથી લાંબા સમયના આધાર પર તે પોતાના પૈસા બચાવી સકે. કેવીપી માટે નાણાકીય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિકમાં વ્યાજદર 6.9 ટકા નક્કી કરવામાં આવ્યું હતું. તેથી તે હિસાબે 124 મહિનામાં રોકાણ આપનું ડબલ થઈ જશે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: