ધાનેરા તાલુકા મિશ્ર શાળા નંબર-૨ સ્કુલ ખુબજ જુની અને જાણીતી કન્યા શાળામા ડીસાની નવજીવન બી.એડ કોલજની વિદ્યાર્થીની તાલીમાર્થી બહેનો તરીકે ઈન્ટરશીપ માટેની તૈયારી કરવા મિશ્ર શાળા નંબર-૨ માં બાળકોને ભણાવી રહી છે.આ તાલીમાર્થી બહેનોએ આજે શાળામાં પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને પ્રોત્સાહન આપવા સુંદર મજાનો કાર્યક્રમ યોજી બાળકોને પ્લાસ્ટિકથી થતી આડ અસરો અને કાગળ માંથી થેલીઓ.ઝબલાઓ તેમજ અન્ય ઉપયોગી વસ્તુઓ કેવી રીતે બનાવી શકાય તેની તાલીમ અને સમજણ આપી હતી.વધુ માં જણાવ્યું હતું કે પ્લાસ્ટિકએ એક પદાર્થ છે જે ઓગળતો નથી અને ઝડપથી નાશ પામતો નથી અને તેનો નાશ કરવામાં સૈકડો વર્ષો લાગે છે.જેના લીધે પર્યાવરણને ગંભીર નુક્સાન પહોંચાડે છે પ્લાસ્ટિક બનાવવામાં ઘણા પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ થાય છે.જે ઝેરી હોય છે.જયારે આપણે તેનો ઉપયોગ કર્યા પછી પ્લાસ્ટિક ફેંકી દઈએ છીએ ત્યારે પ્લાસ્ટિક પાણી.જમીન હવા વગેરે સાથે જોડાય છે અને તેમાં ઝેરી રસાયણો મળી જાય છે.આના કારણે માટી.પાણી.હવા વગેરે બધુ દુષિત થાય છે.એટલે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ મર્યાદિત કરીને ધીમે-ધીમે તેને વાપરવાનું બંધ કરવુ જોઈએ.આ સમગ્ર કાર્યક્રમમા શાળાના બાળકોએ પણ ખુબજ ઉત્સાહ સાથે ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.અને પ્રતિજ્ઞા લીધી હતી કે.અમે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનુ બંધ કરીશું અને ધાનેરા શહેરને તેમજ સમગ્ર ભારત દેશમાં પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને સફળ બનાવીશુ.. અંતમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર આચાર્યશ્રી.તમામ શિક્ષકો તેમજ બાળકોનો ડીસા નવજીવન કોલેજની તાલીમાર્થી બહેનોએ આભાર વ્યક્ત કર્યો હતો…
ધાનેરા મિશ્ર શાળા નંબર-૨ સ્કુલ ખાતે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
