Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોચેલી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ

દૂબઇમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી. ટ્વિટર પર લોકો ઉર્વશીની મજાક ઉડાવી રહ્યા છે અને ક્રિકેટર રિષભ પંતનું નામ લઇને તેને ટ્રોલ કરી રહ્યા છે. હવે તમે વિચારી રહ્યા હશો કે ભારત-પાકિસ્તાનની મેચમાં ઉર્વશી રૌતેલાનું શું લેવા દેવા છે? લોકો એક્ટ્રેસને કેમ ટ્રોલ કરી રહ્યા છે? તો ચાલો શોર્ટમાં તમને જણાવી દઇએ કે ઉર્વશી કેમ ટ્રોલર્સના નિશાના પર છે.

મેચ જોવા પહોચી હતી ઉર્વશી રૌતેલા

ઉર્વશી રૌતેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં રમાયેલી મેચને જોવા માટે પહોચી હતી. જ્યારે એક વખત તેને કહ્યુ હતુ કે તે ક્રિકેટ બિલકુલ જોતી નથી. હવે સ્ટેડિયમમાં ઉર્વશીની તમામ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં તે મેચ જોઇ રહી છે, તેની સાથે તસવીરમાં એક યુવક પણ ઉભેલો જોવા મળે ચે જોકે, યુવકનું ઉર્વશી સાથે કોઇ લેવા દેવા છે કે નથી તેની કોઇ જાણકારી નથી.

એક્ટ્રેસે લાલ રંગનું ડીપ નેક ટોપ પહેરેલુ છે જેની સાથે તેને બ્લૂક કલરનો કોટ કૈરી કર્યો છે. ઉર્વશી રૌતેલાની આ તસવીર શેર કરીને લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, તે સન્ની છે કઇ પણ કરી શકે છે. એક યૂઝરે રિષભ પંતનું નામ લેતા એક્ટ્રેસને ટ્રોલ કરી હતી અને લખ્યુ, રિષભ પંતે રમવાનો ઇનકાર કર્યો હતો.

કેટલાક દિવસ પહેલા ઉર્વશી રૌતેલાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે એક વખત રિષભ પંત તેને મળવા આવ્યો હતો પરંતુ થાક અને ઉંઘને કારણે તે એક્ટ્રેસ તેને મળી શકી નહતી. પછી તે મુંબઇ આવીને મળ્યો હતો. ઉર્વશી રૌતેલાએ એક ઇન્ટરવ્યૂ પછી રિષભ પંત પર કટાક્ષ કર્યો હતો અને કહ્યુ હતુ કે બહેન મારો પીછો છોડી દો. રિષભ પંતની આ પોસ્ટ પછી ઉર્વશીએ છોટૂ ભૈયા કહીને ક્રિકેટરની મજાક ઉડાવી હતી. બન્નેની આ પોસ્ટ વાયરલ થઇ હતી.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
રમત-ગમત • Mar 29, 2026

એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક

ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: