Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

મોટી રાહત/ તહેવારોની સીઝનમાં ખરીદી કરનારા લોકો માટે ખુશખબર, 1000 રૂપિયાની મળશે છૂટ

ભારતમાં તહેવારની સિઝન શરુ થવાની છે. થોડા દિવસ બાદ નવરાત્રિ, દુર્ગા પૂજા, દિવાળી, ભાઈબીજ જેવા તહેવાર આવશે. ત્યારે આા સમયે લોકોને ફેસ્ટીવલ સીઝનની તૈયારી પણ શરુ થઈ ગઈ છે. તહેવારની સિઝનમાં મોંઘવારીના કારણે લોકો ખર્ચ કરતા પહેલા સો વાર વિચાર કરી રહ્યા છે. જો આપ પણ આ ફેસ્ટીવલ સીઝનમાં ઘર વધારે વિજળી બિલથી પરેશાન હોવ તો, જૂની ઈલેક્ટ્રોનિક આઈટમને નવેસરથી બદલો. તેના માટે આપ પંજાબ નેશનલ બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો.

આજના સમયમાં દરેક વ્યક્તિ ક્રેડિટ કાર્ડ દ્વારા શોપિંગ કરવાનું પસંદ કરે છે કારણ કે લોકોને તેમાં મોટી ડિસ્કાઉન્ટ ઓફર મળે છે. દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે પંજાબ નેશનલ બેંક ક્રેડિટ કાર્ડ ધારકો માટે ઑફર લાવી છે. તમે ઈલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી પર 10%નું ભારે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જો તમે આ જંગી ડિસ્કાઉન્ટનો લાભ લેવા માગો છો, તો જાણો તેના કેટલાક નિયમો અને શરતો વિશે.

PNBએ ટ્વીટ કરીને ઓફર વિશે માહિતી આપી-

પંજાબ નેશનલ બેંકે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ મામલે ટ્વિટ કરીને માહિતી આપી છે કે જો તમે તમારા ઘરની જૂની ઈલેક્ટ્રોનિક આઈટમ બદલવા માગો છો, તો PNB ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરીને તેને બદલી શકો છો. કરવું PNB ના RuPay ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી પર તમને 10% ડિસ્કાઉન્ટ અથવા રૂ. 1,000ની છૂટ મળશે.

આ ઓફર આ સમયગાળા માટે છે

જો તમે પણ PNB ના Rupay ક્રેડિટ કાર્ડ ધારક છો, તો તમે આ મોટા ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. તમારે વિજય સેલ્સ દ્વારા ઈલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી કરવી પડશે. તમે ઓનલાઈન અથવા ઓફલાઈન શોપિંગ દ્વારા આ ઓફરનો લાભ લઈ શકો છો. આ ઑફર 10 સપ્ટેમ્બર 2022 સુધી માન્ય છે. આવી સ્થિતિમાં, જો તમે દિવાળી માટે કેટલીક ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો બને તેટલી વહેલી તકે આ મહાન ઓફરનો લાભ લો.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: