આગામી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે સરકારશ્રી દ્વારા મતદાર યાદી સુધારણાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી શાળાના શિક્ષકોને સોંપવામાં આવી છે અને તેમની બીએલઓ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. આ કામગીરી અંતર્ગત 21, 28 ઓગષ્ટ અને 4 અને 11 સપ્ટેમ્બર નાં દિવસે ખાસ ઝુંબેશ તરીકે યોજવાનું નક્કી થયેલ છે.. જેના સંદર્ભે ભાભર મામલતદાર તેમજ નાયબ મામલતદાર ની ટીમ દ્વારા સંબંધિત મતદાન મથકોની મુલાકાત લેતા મતદારો હાજર જોવા મળેલ નહિ પરંતુ બીએલઓ ફરજ પર ગેરહાજર જોવા મળેલ.આમ બીએલઓ ને સોંપવામાં આવેલ ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય કામગીરીની અવગણના કરવા બદલ ૧૦ જેટલા બી.એલ.ઓ. ને નોટિસ ફટકારી ફરજ પર ગેરહાજર રહેવા તેમજ કારણ બતાવી ખુલાસો કરવાનું જણાવવામાં આવતા ગુલ્લીબાજ બીએલઓ માં ફફડાટ વ્યાપી ગયો હતો
ભાભર મામલતદાર દ્વારા રાષ્ટ્રીય કામગીરી ની અવગણ ના કરવા બદલ ૧૦ બી.એલ.ઓ.ને નોટિસ ફટકારી
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
