હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદે તબાહી મચાવી છે ખાસ કરીને સતત બે દિવસ સુધી પડેલા ભારે વરસાદના પગલે ડીસા તાલુકાના મોટાભાગના ગામો પાણીના બેટમાં ફેરવાઈ ગયા છે. વધુ પડતા પાણીના પ્રવાહના પગલે ડીસા તાલુકો પાણીમાં ફસાઈ ગયો છે ત્યારે ડીસા તાલુકામાં ભારે વરસાદના પગલે કંસારી શેરપુરા વરણ જેવા અનેક કામો પાણીમાં ઘરકાવ થઈ ગયા છે સતત વધતા પાણીના પ્રવાહને લઈ ફરી એકવાર આ ગામોને 2017માં આવેલા પૂરની યાદ આવી ગઈ હતી છેલ્લા બે દિવસથી અનેક ગામોમાં પડેલા ભારે વરસાદનું પાણી વ્હોળા સ્વરૂપે કંસારી સહિતના અનેક ગામોમાં તબાહી મચાવી હતી. સતત ખેતરોમાં વધતા જતા પાણીના કારણે મોંઘા દાટ બિયારણો લાવી ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું તે તમામ પાણીમાં નષ્ટ થઈ ગયું હતું જેના કારણે ખેડૂતોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો તો આ તરફ પાણીનો પ્રવાહ સતત વધતા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે ખેડૂતોને માલસામાનને પણ મોટો નુકસાન થયું હતું. જે બાદ સતત વધતા જતા પાણીના પ્રવાહના નિકાલ માટે વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં પાણીના નિકાલ માટે જેસીબી મશીન દ્વારા રસ્તાઓ તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો ત્યારે ચોક્કસથી કહી શકાય કે ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે કંસારી સહિત અનેક ગામોમાં તબાહી સર્જી દીધી હતી. ત્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતોને થયેલ નુકસાન બાબતે સરકાર દ્વારા યોગ્ય રાહત આપવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે રિપોર્ટર મહાવીર શાહ ડીસા
ડીસા તાલુકામાં ભારે વરસાદના પગલે કંસારી ગામ પાણીના બેટમાં ફેરવાયું
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
