લાખણીના શેરગઢમાં વીજળી પડતા ત્રણ ભેંસોના મોત ઝાડ નીચે વાડામાં બાંધેલી ત્રણ ભેંસોના નીપજ્યા મોત અજમલજી ઠાકોરના ખેતરમાં બાંધેલી ત્રણ ભેંસોના મોત નીપજતા પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ લાખણી તાલુકાના શેરગઢ ગામમાં એક પશુપાલક અજમલજી ઠાકોર ના ખેતરમાં બાંધેલ પશુ ઉપર અવકાશી વીજળી પડતાં ત્રણેય પશુઓના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં રાત્રિના પશુઓ વાડા બાંધેલા હતા સવારના આઠ વાગ્યાંના સમયે અવકાશી વીજળી પડતાં ત્રણ પશુના મોત ના કારણે પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતી સર્જાઈ છે બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલથી કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થતો જોવા મળી રહ્યો છે જેમાં વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે પરંતુ કેટલાક ખેડૂતોને વરસાદના કારણે નુકસાન પહોંચતું જોવા મળી રહ્યું છે જેમાં આજે વહેલી સવારે લાખણી તાલુકામાં 16 મિમિ જેટલો વરસાદ ખાબક્યો હતો પરંતુ લાખણી તાલુકાના શેરગઢ ના પશુપાલક અજમલજી ઠાકોર ના વાડામાં બાંધેલી પશુ ઉપર વહેલી સવારે અંદાજે આઠ વાગે અચાનક અવકાશમાંથી વીજળી પડતાં બે બે અને એક શંકર ગાય ની વાછડી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા પશુઓ ને મૃત હાલતમાં જોઈ પરિવાર પર આભ ફાટી પડ્યું હતું જોકે પરિવારે સરકાર પાસે સહાય ની આસ કરી છે
બનાસકાંઠાના લાખણીના શેરગઢમાં વીજળી પડતા ત્રણ ભેંસોના મોત,પશુપાલકે સરકાર પાસે વળતર ની માંગ કરી
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
