Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસા ના ભીલડી નજીક ગાય વચ્ચે આવતાં રીક્ષા પલ્ટી ખાતાં દંપતિને ગંભીર ઇજાઓ

ડીસા-ભીલડી હાઇવે પર આવેલ ખેંટવા ગામ નજીક આજે રોજ અચાનક રસ્તા વચ્ચે ગાય આવી જતાં છકડો રીક્ષા ચાલકને અકસ્માત નડયો હતો.અકસ્માતમાં રીક્ષા પલ્ટી ખાઇ જતાં તેમાં બેઠેલા દંપતિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ અંગેની વિગત એવી છે કે, રખડતા ઢોરના કારણે માર્ગ અકસ્માતમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ડીસા-ભીલડી હાઇવે પર રખડતા ઢોરના કારણે વધુ એક અકસ્માતની ઘટના બની છે.જેમાં ડીસા તાલુકાના વાહરા ગામમાં રહેતાં દેવીપૂજક દંપતી ખેંટવા ગામથી વાહરા તરફ જઇ રહ્યા હતા.તે દરમિયાન અચાનક રસ્તા વચ્ચે ગાય દોડી આવતાં તેમણે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રીક્ષા પલ્ટી ખાઇ રોડ પર પટકાતાં તેમાં બેઠેલા દંપતિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.108 એમ્બ્યુલન્સ વાન મારફતે બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે ઘટના જાણ ઘર નાા લોકો ને જાણ થતા તાત્કાલિક ડીસા ખાતે દોડિ આવ્યા હતાં. રખડતા ઢોરના કારણે સર્જાયેલા અકસ્માતથી રીક્ષા મોટું નુકશાન ભોગવવું પડયું છે..
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: