Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

વાવ ના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તાર ના કુંભારડી ગામે થી બે પિસ્તોલ સહિત એક ઈસમ ની અટકાયત કરાઈ

સરહદી બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાત ભર માં ગુનાહિત ઘટના ના માં સતત વધારો થઈ રહયો છે ત્યારે વાવ તાલુકા ના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તાર ના કુંભારડી ગામે થી બે પિસ્તોલ સહિત એક ઇસમની ધરપકડ કરવા માં આવી છે એક ઈસમ ફરાર થયો છે જાણવા મળતી માહિતી અનુસાર કુંભારડી ગામ સહિત ખેતર વિસ્તાર માં ફરતો નજરે પડતા આજુબાજુ ના લોકો દ્વારા પૂછ પરછ કરતા રિવોલ્વર લોકો સામે કરતા ડરાવતા કહ્યું કે પોલીસ મારી પાછળ છે જે બાદ પકડાયેલ આરોપી ત્યાંથી નાશી છૂટવા નો પ્રયત્ન કરતા લોકો દ્વારા ઝડપી મેથી પાક ચખાડ્યો હતો.જે બાદ માવસરી પોલીસ સ્ટેશન નો સંપર્ક કરતા અગાઉ અન્ય કેસ માં વોન્ટેન્ડ આરોપી ને પકડવા તપાસ હાથ ધરી હતી .કુંભારડી ગામની સીમમાંથી બે પિસ્તલ કી.રૂ.૩૦૦૦૦/- તથા કાર્ટીઝ જીવતા નંગ-૨ કી.રૂ.૨૦૦/- તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૧ કી.રૂ.૫૦૦૦/- તથા મોટરસાયકલ નંબર નં.GJ-08-BJ-4445 કી.રૂ.૨૦,૦૦૦/- એમ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૫૫,૨૦૦/- સાથે કરશનભાઇ ઉર્ફે. કિશન માનસુંગભાઇ જાતે પટેલ (બોકા) રહે. ચોટીલ તા.વાવ વાળાને પકડી પાડી તેમજ નાગજીભાઇ ધરમાભાઇ પટેલ રહે.ચુવા તા.વાવ વાળો નાસી ગયેલ હોઇ તેમના વિરૂધ્ધ આર્મ એક્ટ કલમ ૨૫ (૧-બી) (એ), ઇ.પી.કો.કલમ ૧૧૪ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: