ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોમાસા ઋતુની શરૂઆત થતા ની સાથે જ સારો એવો વરસાદ શરૂ થયો છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જિલ્લામાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે નહિવત વરસાદના કારણે આ વર્ષે પાણીની વિકટ સમસ્યા સર્જાઇ હતી જેને લઇ ખેડૂતો સહીત સ્થાનિક લોકો ભારે ચિંતામાં હતા પરંતુ આ વર્ષે શરૂઆતમાં જ સ સાર્વત્રિક વરસાદથી જિલ્લા વાસીઓએ રાહત અનુભવી છે ત્યારે આજે ડીસામાં આજે બપોરના સમયે ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદે વિરામ લેતા છેલ્લા ત્રણ દિવસથી લોકો ભારે ઉકળાટ અને બફારા નો અનુભવ કરી રહ્યા હતા તે દરમિયાન આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરના સમયે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ થયો હતો. સતત અડધો કલાક સુધી ભારે વરસાદ થતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે નીચાંણવાળા વિસ્તારો માં પાણી ભરાઈ ગયા હતા. શહેરના માર્ગો પર વરસાદના કારણે પાણી પાણી થઈ ગયા હતા. ફરી વરસાદી વાતાવરણ બનતા અને ધોધમાર વરસાદ થતાં ખેતી પાકને ફાયદો થવાની આશાએ ખેડૂતોમાં ખુશખુશાલ થયા હતા. ડીસામાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો કુલ 55 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે જિલ્લામાં 63% વરસાદ થયો છે . . . .
ડીસામાં આજે ત્રણ દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ , વાતાવરણ માં ઠંડક પ્રસરી
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
