બનાસકાંઠા ના લાખણી તાલુકાના જસરા ગામમાં મધ્યરાત્રીએ કોઈ અજાણ્યા શખ્સોએ નીલગાયની ગોળી મારી હત્યા કરી ત્યાર બાદ નિલગાયની હત્યા કરનાર નરાધમ તત્વોએ નીલ ગાય નું ધડ અલગ કર્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે ગામના જીવદયા પ્રેમીઓને ખબર પડતાં તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર આવીને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી ફોરેસ્ટ વિભાગે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.. જોકે નીલગાયોને મારીને કોઈને દેખાય નહિ એટલા માટે નીલગાયોની લાશ ઉપર બાવળના કાંટા નાખી દીધા હતા આ સમગ્ર મામલે આગથળા પોલીસ ધટના સ્થળે પહોચી હતી જેમાં આ સમગ્ર મામલે પ્રાથમિક સંકા ડફેર ગેંગ નીલગાયોને મારી તેના હાડકાં અને ચામડું લઈ જાય છે.તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સમગ્ર બાબતે સમાચારને લઈને જીવદયા પ્રેમીઓમાં ભભૂકતો રોષ ફેલાયો છે.
જસરાના ગૌચરમાં નીલગાયની હત્યા કરેલ બે લાશ મળી આવતા ચકચાર…
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
