હવે કેન્દ્ર સરકાર દ્વારા હેલ્થને હાનિકારક એવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ 120 માઇક્રોનથી ઓછા અને રિસાઈકલ ન થઈ શકે એવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકાયો છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેઇન્જ મંત્રાલય દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત બનાસકાંઠા માં થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માલી ની સૂચના મુજબ પ્લાસ્ટિક પ્રતિબંધ અંતર્ગત આજ રોજ સેનીટેશન શાખાના ક્લાર્ક ભમરસિંહ પરમાર દ્વારા બજારમાં ચેકીંગ દરમિયાન ખેરુભાઈના ખાંચામાં સલીમભાઈ મેમણ ની દુકાન માં તપાસ કરતા તેમની દુકાનમાંથી 70 કિલો પ્લાસ્ટિક નો જથ્થો મળી આવતા તે જપ્ત કરવામાં આવ્યો હતો તથા કોઈપણ વ્યક્તિ પ્લાસ્ટિકનું વેચાણ કરશે કે સંગ્રહ કરશે અને પ્લાસ્ટિક ના ઝભલા માં વસ્તુ આપશે તો તે જપ્ત કરી તેની સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણાવામાં આવ્યું હતું
થરાદ શહેરમાં પ્લાસ્ટિક પ્રતિબંધિત ઉપર નગરપાલિકા ચીફ ઓફિસરની લાલા આંખ
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
