Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

અશ્લીલ વીડિયો બનાવી 41 લાખ ખંખેરાયા,બે આરોપી ની ધરપકડ

દાંતીવાડાના સીપુ વસાહત વિસ્તારમાં રહેતા(મૂળ વતન ડુંગરી તા. ઈડર જી. સાબરકાંઠા.) અને વડવસ પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતાં યુવાને દાંતીવાડા પોલીસ મથકમાં પાલનપુર બારડપુરા વિસ્તારના મુસ્લિમ યુવકોએ અશ્લીલ વીડિયો બનાવી પાલનપુર એસઓજી પોલીસની નકલી ઓળખ આપી મર્ડર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી જુદી જુદી તારીખોમા 41 લાખ રૂપિયા પડાવી લીધાની ફરિયાદ નોંધાવતાં હડકંપ મચી ગયો છે. આ મામલામાં દાંતીવાડા પોલીસે તમામ આધાર પુરાવા તપાસી બન્ને આરોપીઓને ઝડપી લીધા છે.

ઉમર નામના યુવકે ચાર વર્ષ અગાઉ પોતાની રેડીમેઈડ કપડાની દુકાને આવેલ શિક્ષક જોડે મિત્રતા કેળવી હતી. અને શિક્ષકનો મોબાઈલ નંબર લઈ પરિચયમાં આવ્યો હતો,જે બાદ એક દિવસ રેડીમેડ વેપારી યુવક દાંતીવાડા સિપુ વસાહત ખાતે આવેલ શિક્ષકના ઘરે પહોંચ્યો હતો, જ્યાં આ શિક્ષકની પત્ની અને બાળકો વતન ગયા હતા,જે દરમિયાન શિક્ષકને નશાયુક્ત કેફીપીણું પીવડાવી બેભાન કરી શિક્ષકનો અશ્લીલ વિડીયો ઉતારી દીધો હતો. અને 20,000 રૂપિયા માગ્યા હતા જેથી શિક્ષકે ડરીને તિજોરીમાંથી 20,000 રૂપિયા આપી દીધા હતા જે બાદ વારંવાર પૈસા માગવાનો સીલસીલો જારી રહ્યો હતો.એક વર્ષ અગાઉ પચાસ હજાર રૂપિયા ઉમરને આપવા જતા તેણે અશ્લીલ વીડિયો તેની પ્રેમિકાએ જોઈ લીધો હોવાની વાર્તા માંડી 30 લાખ માગતા તેની હત્યા કરી હોવાનું જણાવી શિક્ષકને મર્ડર કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવાની શરૂ કરી હતી.જે બાદ ત્રણ મહિના પૂર્વે ઉંમરે અક્રમ નામના શખ્સની એસ.ઓ.જી પોલીસ તરીકેની ઓળખાણ આપી કેસના પતાવટની વાત કરી હતી. જેથી શિક્ષકે સમગ્ર કેસમાંથી છુટકારો મેળવવા માટે વધુ રૂપિયા અલગ અલગ લોન લઈને આપી દીધા હતા. આખરે 41 લાખ રૂપિયા જેટલું ચુકવણું કરી દીધા બાદ પૈસા ન હોવા છતાં વારંવાર માંગણી કરતા શિક્ષકે દાંતીવાડા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.

આ અંગેની વિગતો આપતા દાંતીવાડા પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે “ફરિયાદીની અરજી બાદ તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે ગુનો નોંધવામાં આવ્યો છે અને પાલનપુરથી બંને આરોપીઓની અટકાયત કરી તેમના કોરોના સેમ્પલ લઈને ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.” પત્નીનો પગ ફ્રેક્ચર થતાં સારવારમાં મુશ્કેલી સર્જાઈ શિક્ષકના પત્ની પાંચ મહિના અગાઉ કોઈક કારણસર પડી ગયા હતા જેના લીધે તેમના પગે ફ્રેક્ચર થયું હતું.જેઓ છેલ્લા પાંચ મહિનાથી પથારીવશ છે, જેમનો દવખર્ચ કરવામાં માટે પણ ખૂબ મુશ્કેલીઓ પડી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. શિક્ષકે પત્નીના દાગીના વેચી, બેંકમાંથી લોન લઇ નાણાં ચૂકવ્યા શિક્ષકે પોતાની પત્નીના દાગીના વેચી ઉપરાંત જી.પી.ફંડમાંથી, તાલુકા મંડળીમાંથી, જીલ્લા મંડળી, પોસ્ટ, એલ.આઇ.સી.ની પોલીસીના વીમામાંથી, એચ.ડી.એફ.સી બેન્કમાંથી લોન લઇ તેમજ મિત્રો સબંધીઓ પાસેથી ઉછીના નાણાં લઇ આરોપીઓને નાણાં ચૂકવ્યા હતા.

બ્લેકમેઇલ કરનારા આરોપીઓ..

1.ઉમરભાઇ ફીદાહુસેનભાઇ સોલંકી(મુસલમાન) (રહે. ઢાળવાસ, પાલનપુર)
2.અકરમભાઇ ઇમ્તીયાઝભાઇ મેવાતી(મુસલમાન) રહે. બારડપુરા, પાલનપુર)

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: