Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બનાસની ધન્ય ધરા પધાર્યા બનાસ ડેરી સંકુલમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરી

આજે તા.૧૯ એપ્રિલ-૨૦૨૨ના રોજ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે ૧૫૧ વીઘામાં નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનીટી રેડીયો સ્ટેશન (FM 90.4) નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું  અને ત્યારબાદ વિશાળ મહિલા સંમેલન થકી સંવાદ કર્યો હતો .જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પશુપાલક બહેનો ઉપસ્થિત રહી હતી આ ઉપરાંત કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ- લોકાર્પણ અને ઇ- ખાતમૂર્હત પણ કરવામાં આવ્યું હતું. જેમાં  ઇ- લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાવડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન દામા (ડીસા) અને ઇ- ખાતમુહૂર્તમાં નવીન 4 ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા) નો સમાવેશ થયો હતો .

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં આવું પહેલી વાર બન્યું હશે કે “એક જ જિલ્લામાં બીજો મોટો અત્ય આધુનિક ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો હોય,  જૂન-૨૦૨૦ માં દિયોદર ખાતે બનાસ ડેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું અને માત્ર ૧૮ મહિનાના ટૂંકા ગાળામાં અને કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે. જેમાં વિશ્વના જુદા જુદા ૭ દેશોની મશીનરી આ પ્લાન્ટમાં લગાવાઇ છે. આ પ્લાન્ટમાં ૩૦ લાખ લીટર પ્રતિદિનની દૂધની પ્રક્રિયા ક્ષમતા છે. જે વધારીને ૫૦ લાખ લીટર પ્રતિદિન કરી શકાશે. પ્લાન્ટમાં ૧૦૦ ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા, ૧ લાખ લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ પ્લાન્ટ, ૨૦ ટન પ્રતિદિન ખોવા તેમજ ૬ ટન પ્રતિદિન ચોકલેટ એન્રોબીંગ પ્લાન્ટની વ્યવસ્થા છે. ડેરી પ્લાન્ટની બાજુમાં સદર સંકુલમાં જ ૪૮ ટન પ્રતિદિનની બટાકા પ્રોસેસિંગની ક્ષમતા પણ છે. બનાસ ડેરી સંકુલ, દિયોદર ખાતે સહકારી ક્ષેત્રમાં સૌ પ્રથમવાર બનાસ કોમ્યુનીટી FM રેડીયો 90.4 સ્ટેશન ઉભું કરવામાં આવી રહ્યું છે. જે લોકશિક્ષણ અને પશુપાલનમાં ખૂબ જ ઉપયોગી થશે.

આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન દેસ ના વડાપ્રધાન તેમજ ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ બનાસકાંઠા ના સાંસદ પરબતભાઈ પટેલ ,શંકરભાઈ ચૌધરી ,કિર્તીસિંહ વાઘેલા તેમજ બહોળી સંખ્યા માં બહેનો તેમજ ભાઈઓ હાજર રહ્યા હતા

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
राजनीति • अगस्त 3, 2026

मंत्री रिवभा जडेजा की संवेदनशील पहल: सुइगाम की कक्षा 9 की स्कूल छोड़ चुकी छात्रा का पुनः नामांकन; उसके घर पर किताबें भेंट की गईं।

(वाव-थराद: ध्रुपाल जयसवाल) राज्य सरकार के 'बैक टू स्कूल' अभियान को और अधिक प्रभावी और प्रेरणादायक बनाने के लिए...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
राजनीति • अप्रैल 24, 2026

वडोदरा की विकास यात्रा: हरीशसिंहजी व्यासिया प्रगति की एक दृष्टि प्रस्तुत करते हैं, बुनियादी सुविधाओं के वादे के साथ सार्वजनिक समर्थन की अपील करते हैं।

वाव तालुका पंचायत चुनाव को लेकर राजनीतिक माहौल गरमा गया है, कांग्रेस पार्टी के उम्मीदवार हरिसिंहजी...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: