Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠામાં રાજસ્થાનથી વિદેશી દારૂ લાવતા બે આરોપી ઝડપાયા

બનાસકાંઠાઃ સરહદી વિસ્તારમાં દારૂ ઘૂસાડવાનો બુટલેગરો અવનવા કીમિયા અપનાવી રહ્યા છે. જ્યારે ઉત્તરાયણના દિવસે પણ ખોડા ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં દારૂના જંગી જથ્થાને ઝડપી પાડયો છે. થરાદ ખોડા ચેક પોસ્ટ પર થરાદ પોલીસ વાહન ચેકીંગમાં હતી. તે સમયે રાજસ્થાન બાજુથી ટ્રક શંકાસ્પદ લાગતા ટ્રકને ઊભી રખાવી હતી. ટ્રકની તપાસ કરતા ટ્રકની અંદરથી 3951 દારૂની બોટલો મળી આવી હતી. થરાદ પોલીસે ટ્રકની તપાસ કરતા ટ્રકમાં ચોરખાનું જોતા તેમાં મોટા પ્રમાણમાં દારૂ સંતાડેલો હતો, જે દારૂ થરાદ તરફ લાવવામાં આવી રહ્યો હતો.

14.14 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો

બનાસકાંઠાના ખોડા ચેક પોસ્ટ પરથી એક ટ્રક નં. GJ.12.AT.6875 આવતા ટ્રકને ચેક કરતા કેબીન અને ટોલીની વચ્ચેના ભાગે આરોપીઓએ ચોરખાનું બનાવ્યું હતું. પોલીસે ચોરખાનાનું પતરૂ ઊંચું કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-75 કુલ બોટલ નંગ-3600 તથા છૂટી બોટલ નંગ 351 એમ કુલ બોટલ નંગ- 3951 કુલ રૂ.4,12,048નો દારૂ મુ્દામાલ તથા રૂ. 10 લાખની કિંમતની ટ્રક તથા મોબાઈલ નંગ-1 કિ.રૂ. 500/- તથા રોકડ રકમ રૂ. 2200/-એમ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. 14,14,748નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

દારૂની હેરાફેરી અને દારૂ ભરાવનારા બંને આરોપી સામે ગુનો નોંધાયો

પોલીસે દારૂની હેરાફેરી કરતા આરોપી ભલારામ અમરારામ જસારામ (જાતે.જાટ, ધત્તરવાલ રહે. ખારીયાકિત્તા તા.રામસર જિ. બાડમેર રાજસ્થાન) વાળાને પકડી પાડી તથા દારૂ ભરાવનારો સહ આરોપી હિરસિંગ ચંદનસિંહ રાજપૂત (રહે. કલ્યાણપુર ચૌહણ બાડમેર વાળાઓ) વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: