મનુષ્યના શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એક છે ગુડ કોલેસ્ટ્રોલ અને બીજો છે બેડ કોલેસ્ટ્રોલ. ગુડ કોલેસ્ટ્રોલ પાતળું હોય છે જ્યારે બેડ કોલેસ્ટ્રોલ જાડું અને ચીકણું હોય છે. શરીરમાં જ્યારે બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય ત્યારે બ્લડ સર્ક્યુલેશન અવરોધાય છે. જેના કારણે હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માગતા હોય તો તમારે તમારી ડાયેટ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં તમારી ડાયેટમાં મખાનાને સામેલ કરી શકો છો. બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવામાં મખાના ઉપયોગી છે. ચાલો અમે અહીં તેને ખાવાના ફાયદા વિશે જણાવીએ.
બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે મખાના
મખાનામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. તેથી તે એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. મખાના ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલમાં રાખી શકાય છે. કારણ કે મખાનામાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તેથી તેને હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
ઘટાડે છે વજન
મોટાપા ઘણા રોગોનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં જો તમે તમારા વજનને કન્ટ્રોલમાં રાખવા માંગો છો, તો તમારે ડાયેટમાં મખાનાનો સમાવેશ કરવો જોઇએ. મખાનામાં કેલરી ઘણી ઓછી હોય છે. તેથી તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
બ્લડ પ્રેશરને કરે છે કંટ્રોલ
મખાનામાં કેલ્શિયમ વધુ હોય છે, તે હાડકાને મજબૂત બનાવે છે. મખાના ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખી શકાય છે. તે ડાયાબિટીસ સામે લડવામાં પણ મદદ કરે છે