ડીસા ખાતે આજે એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાત સરકારના કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ આવ્યા હતા. ખાનગી કાર્યક્રમ સંપન્ન થયા બાદ સ્થાનિક ધારાસભ્ય શશિકાન્તભાઈ પંડ્યા સાથે ડીસાની જનરલ હોસ્પિટલની વિશેષ મુલાકાત લીધી હતી અને જનરલ હોસ્પિટલમાં જે સુવિધાઓનો અભાવ તે સુવિધાઓ તાત્કાલિક પુરી કરવાની ખાતરી આપી હતી.. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ડીસાની જનરલ હોસ્પિટલને સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાંથી ડિસ્ટ્રીક હોસ્પિટલમાં તબદીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ પ્રથમવાર કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ પ્રથમવાર ડીસાની જનરલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા.હોસ્પિટલની મુલાકાત લીધા બાદ સિવિલ હોસ્પિટલના તમામ વોર્ડનું જાત નિરીક્ષણ કર્યું હતું. અને આગામી સમયમાં ડીસાની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલને ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં તબદીલ કરવા માટે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા અપગ્રેડ કરવી કે નવી હોસ્પિટલ તૈયાર કરવી તે અંગે ખાસ નિરીક્ષણ કર્યું હતું. અને ડીસાની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ બિલ્ડીંગ તાજેતરમાં બનેલું હોવાના લીધે સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલને અપગ્રેડ કરવા પર ખાસ ભાર મુક્યો હતો.
શું કહ્યું ભાજપ કોંગ્રેસ વિશે ?

તમજ આજે ડીસા જનરલ હોસ્પિટલની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ને પાટીદાર આગેવાન નરેશ પટેલને આમંત્રણ મામલે પૂછતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવ્યું હતું કે.ગુજરાત નું રાજકારણ હવે જાતિવાદ નું રહ્યું નથી તેમજ નરેશભાઈ પટેલ મોટાગજાના સામાજિક આગેવાન અને સમજુ વ્યક્તિ છે. તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અને આપ બંને ભાજપ માટે તાળીયો વગાડસે…