યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : બનાસકાંઠા
ધાનેરા વોર્ડ નંબર 4 ના ઉમેદવાર જગલબેન કાનાજી ઠાકોરનું મોત નિપજ્યા બાદ વોર્ડ નંબર ચારની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેની આજે મામલતદાર કચેરીના મીટીંગ હોલમાં મતગણતરી કરવામાં આવી હતી. જેમા કોંગ્રેસના ઈન્દ્રાબેન બળવંતજી ઠાકોરને ૧૦૮૯ વોટ મળતા ૨૭૨ મતથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.જયારે બીજી તરફ ભાજપના ભુરીબેન હંસાભાઈ પરમારને ૮૧૭ વોટ મળતા તેઓની કારમી હાર થઇ હતી.ધાનેરા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં જીત મેળવી પોતાના પક્ષનું ખાતું ખોલાવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રંગુબેન ધારસીભાઈ રાગીને ફક્ત ર૧૭ વોટ મળ્યા હતા. આ પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ ખેલાયો હતો.જો કે મતગણત્રી વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધાનેરા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આજની ચુંટણી પરીણામ કોંગ્રેસ તરફી આવતા ધાનેરા નગરપાલિકામા કોંગ્રેસના ૧૬ સભ્યો થયા છે, જયારે ભાજપની પાસે બાર સભ્યો છે.હવે ચુંટાયેલા ભાજપ અને કોંગ્રેસના ૨૫ સભ્યોને સાત તારીખે ગાંધીનગરથી કમિશ્નરનું ભ્રષ્ટાચારને લઈને તેડું આવતા નવા-જુની થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.