યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ
અંદાજે બે દીવસ પહેલા સગીરાના અપહરણ ગુના નો આરોપી માવસરી પોલીસ જાપ્તા માંથી ફારાર થયો હતો ત્યારબાદ માવસરી પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં IGP બોર્ડર રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા SP બનાસકાંઠા – પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ ના સુચના મુજબ આરોપીને શોધી કાઢવા આપેલ માર્ગદર્શન મુજબ શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા આર.જી. દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ એન. કે. પટેલ માવસરી પો.સબ. ઇન્સ તથા અ.હેડ.કોન્સ ભુરાજી,તથા અ.પો.કોન્સ પ્રકાશભાઇ , તથા અમરસિંહ. એલ.સી.બી. તથા માવસરી પોલીસ સ્ટાફ ની ટીમે માવસરી પોલીસ સ્ટેશન સગીરાના અપહરણ ગુના નો આરોપી જ્પ્તામાંથી ભાગી ગયેલ જે આધારે આ આરોપી મુકેશભાઇ શંકરાભાઇ જાતે ઠાકોર રહે ગામડી તા વાવ વાળો તા ૦૭/૧૦/૨૦૨૧ ના રોજ પોલીસ જપ્તતામાંથી ભાગી ગયેલ જે આધારે અંગત બાતમીદારોને સક્રીય કરી આ આરોપીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કરેલ જે આધારે આજ રોજ આ આરોપી પોતાના ધરે નાવા આવેલ છે.જે બાતમી હકિકત આધારે તેમના ધરે તથા તેમના ખેતરે શોધખોળ હાથ કરતા આ ઉપોરોક્ત ગુનાનો આરોપી પોતાના ખેતરે જાળોની આડાશમાં સંતાઇને બેઠેલ હોઇ જેને માવસરી પોલીસ સ્ટેશન ના જી. આર. ડી તથા હોમગાર્ડ તેમજ ગામ ના લોકો ના સયોગ થી પકડી પાડી હતા જે બાદ પોલીસે લોકો નો આભાર માન્યો હતો