બનાસકાંઠા માં ગ્રામપંચાયત ચુંટણી ને લઈને સતત બીજાદીવસે વાવ તાલુકા ની ૨૩ ગ્રામપંચાયત ની ચુંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી .જેમાં સૌ પ્રથમ વાવ ગ્રામ પંચાયત ની ચુંટણી માં સરપંચ ના ઉમેદવાર તરીકે હાવીબેન રાણાજી વેઝીયા એ ઉમેદવારી નોધાઇ હતી.

જેમાં ટેકેદાર તરીકે દશરથસિંહ માંનસેંગજી બીજલાણી સહીત મોટી સંખ્યા માં ગામ ના આગેવાનો,અન્ય સમાજ ના લોકો તેમજ ગામલોકો એ સમર્થન આપી હાજર રહી ઉમેદવારી નોધાવી હતી જેમાં વાવના વિકાસને પ્રાધાન્ય આપી લોકોના પ્રશ્નોનું હંમેશા સમાધાન કરવા વચનબદ્ધતા સાથે વાવ ગામની જનતાની પાસે સમર્થન અને મતની આશીર્વાદ રૂપે માંગણી કરી હતી.