થરાદ વિસ્તાર માંથી ભારતીય બનાવટ નો વિદેશી દારુ ઝડપાયો

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-252/- કી.રૂ. 31,672/- તથા પિકપ ડાલા સાથે કુલ કી.રૂ. 2,31,672/- નો મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા મહે.આઈ.જી.પી શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા

શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ હેડ.કોન્સ ભુરાજી, તથા અ.પો.કો. અમરસિંહ તથા દશરથભાઈ થરાદ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન  ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે બેવટા તરફથી એક પિકપ ડાલુ GJ.08.y.2378 માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી રાહ તરફ આવનાર છે જે બાતમી હકીકત આધારે બેવટા પાસે નાકાબંધી કરી પોલીસ નાકાબંધી જોઈ ડાલુ ભગાડતાં પીછો કરી ટેરોલ ગામ નિ સિમ મા રોડ વચ્ચે ડાલુ ઉભુ રાખિ નાસિ ગયેલ ડાલા ચાલક પાંચાભાઈ કુવરશિભાઇ રબારી રહે- બેવટા તા.થરાદ વાળો  ડાલુ મુકી નાશિ ગયેલ સદરે ડાલા માંથી  ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ/પાઉચ નંગ-252/- કિ.રૂ.31,672/- તથા ડાલા ની કિ.રૂ.2,00,000/- મળી એમ કુલ મુદામાલ કિ.રૂ.2,31,672/-ના મુદ્દામાલ તથા ડાલા  ચાલક ના વિરુદ્ધ મા પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version