ડીસામાં ભાજપ શાસિત નગરપાલિકાએ પોણા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે લોકોની સુખાકારી માટે હવાઈ પીલ્લભ પાસે દાદાજી દેશમુખ પાર્ક બગીચો બનાવ્યો હતો. પરંતુ ભાજપના જ આંતરિક વિખવાદ ના કારણે આ બગીચા પર જમીનની કવેરી કાઢી સ્ટે આવ્યો હતો જે બાદ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ બગીચા ને શરૂ કરાયો ન હતો. ત્યારબાદ ડીસા ના જાણીતા વકીલ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હાઇકોર્ટ સુધી લડત આપી બગીચા પરનો સ્ટે દૂર કરાયો હતો અને હાઇકોર્ટે પણ ત્વરિત બગીચો ચાલુ કરવા માટે આદેશ કર્યો હતો આ આદેશ બાદ 20 દિવસ થવા છતાં પણ હજુ સુધી બગીચો ચાલુ કરવામાં આવ્યો નથી જેથી અરજદારે જિલ્લા કલેકટર ડીસા નાયબ કલેક્ટર અને ચીફ ઓફિસરને નોટિસ ફટકારી બગીચો જલ્દી ચાલુ કરવા માટે જણાવ્યું હતું અને જો ચાલુ કરવામાં વિલંબ થશે તો અરજદાર આ ત્રણેય અધિકારીઓ સામે કોર્ટ ઓફ કન્ટેમપ્ટ મુજબ ફરિયાદ કરશે તેમ જણાવ્યું હતું