વિદ્યાર્થી હાલના સમયમાં અભ્યાસની સાથો સાથ ભારતીય સંસ્કૃતિને જાણતા થાય તે માટે સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ કલા મહાકુંભ થકી વિદ્યાર્થીઓમાં રહેલી સુસપ્ત શક્તિઓને જાણી શકાય તે માટે ખાસ કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે યોજાયો હતો. જિલ્લા ની વિવિધ શાળાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓએ ગરબા, એકાંકી નાટક, લેખન, ચિત્ર, માટીના રમકડા બનાવવા સહિત અનેક કૃતિઓમાં ભાગ લીધો હતો. આ કલા મહાકુંભમાં જિલ્લા ના 1000 થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થી આગામી સમયમાં રાજ્યકક્ષા ના કલા મહાકુંભમાં ભાગ લેવા માટે જશે. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતદાન ગઢવી, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, આખોલ ગ્રામ પંચાયતના સરપંચ વાસુભાઇ દરબાર સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા