યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ
આજે 26મી જાન્યુઆરી 72 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સુઇગામ તાલુકાના ચાળા ગામે ગ્રામજનોની હાજરીમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું જેમાં ગામની પ્રાથમિક શાળામાં ગામના સરપંચ અને ગ્રામજનો,યુવાનો અને શિક્ષકોની હાજરીમાં 72 માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી હતી.72 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ગામના આર્મી જવાન પ્રેમાભાઈ ચૌધરી અને પ્રેમગીરી ગૌસ્વામી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આજના આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન સિનિયર એડવોકેટ શ્રી કે.પી.ગઢવી એ હાજરી આપી હતી.પ્રજાસત્તાક પર્વ અંતર્ગત ગામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના યુવાનો અને ગ્રામજનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત 30 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત સુઇગામ તાલુકા વિકાસ અધિકારી શ્રી કાજલબેન આંબલિયા, મામલતદાર શ્રી પ્રવિણદાન ગઢવી ડૉ. ભાવેશદાન ગઢવી,ડૉ. જનકસિહ, તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી મેહુલભાઈ કલાલ યુવા આગેવાન શ્રી દિગપાલદાન ગઢવી,ગામના તલાટી શ્રી નીતાબેન,આરોગ્ય સ્ટાફ ભાવનાબેન હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ભારતીય આર્મી માં ફરજ બજાવતા યુવા સૈનિકોનું ટ્રોફી અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.રક્તદાન જેમના અથાગ પ્રયત્નો દ્વારા કરવામાં આવેલ એવા ડૉ. કરશનભાઇ નું ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દરેક રક્તદાતાઓને સન્માન પત્ર અને ઘડિયાળ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે તાલુકા વિકાસ અધિકારી શ્રી કાજલબેન આંબલિયા દ્વારા રક્તદાન અંગેની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ જેતશીભાઈ,શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ પ્રજાપતિ, ગ્રામ સેવક ભાનુભાઈ, મહેશભાઈ યુવા મિત્રો વનરાજભાઈ ચૌધરી,બાબુલાલ પરમાર નાગજીભાઈ ઠાકોર દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. ભાનુભાઈ પંડ્યા દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો.