સરહદી વાવ પંથક ના સપ્રેડા ગામે મનરેગા યોજનામાં ભારે ભ્રષ્ટાચાર આચરેલ છે .જે મનરેગા ના કામો માત્ર ગામના લોકો દ્વારા કરવામાં આવતા હોય છે .પરંતુ આ જોઈ શકાય છે કે લોકોના વડે નહિ પરંતુ મનરેગા ના કામો માત્ર મશીનરી મૂકી કામ કરી લાખો રૂપિયા ચાઉ કરેલ છે.મનરેગા યોજના માં સ્થાનિક સરપંચ ઉપર ગંભીર આક્ષેપો અરજદારે કરેલ છે . જે મુદ્દે જાગૃત યુવાન મણવર દલરામભાઈ નાગજીભાઈ અને અન્ય મિત્રો એ એ મીડિયા સમક્ષ લેખિત માં જણાવ્યું હતું કે આશરે ૩૪ લાખ(ચોત્રીસ લાખ) જેટલી રકમ કામો કર્યા વિના નાણા ઉપાડી લીધેલ છે.જે મુદ્દે અનેક વાર જવાબદાર તંત્ર ને રજૂઆતો કરેલ છે .જે મુદ્દે વિશેષ માં જણાવ્યું હતું કે આજ રોજ વાવ તાલુકા વિકાસ અધિકારી શ્રી ને અરજી કરેલ છે અને કહેલ છે કે દિન -૮ માં અમારા પડતર પશ્નો નું નિરાકરણ નહિ આવે તો અમે ગામના જાગૃત યુવાનો ભૂખ હડતાલ પર બેસીસું જેવું ગામના જાગૃત યુવાન નું કહેવું છે જે મુદ્દે બનાસકાંઠા જીલ્લા વિકાસ અધિકારી તપાસ આરંભે અને જવાબદાર તંત્ર ને નોટીસ ફટકારે અને તેમના વિરુદ્ધ શિક્ષાત્મક પડલા ભરે જેવી ઉગ્ર માંગો કરાઈ હતી…..અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા મુકામે થયેલ મનરેગા યોજનામાં કોભાંડ જેવી ગેરીતીઓ સપ્રેડા માં પણ બહાર આવે તેવી ચર્ચા ઓ એ જોર પકડ્યું છે .આ મુદ્દે વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને પણ સપ્રેડા ના યુવાનો એ રજૂઆત કરી હોવાનું જાણવા મળેલ છે .