બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી આધારિત જિલ્લો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક બાદ એક અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને જિલ્લામાં નહીંવત વરસાદ ના કારણે હાલમાં ખેડૂતોની પાણી વગર પરિસ્થિતિ કફોડી બની છે ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ અગાઉ 8 સપ્ટેમ્બર 2021 ના રોજ ખેડૂતોએ સરકાર માં રી-સર્વે માં ખેડૂતોને થતી કનડગત તત્કાલ દૂર કરવા અને રી-સર્વે રદ કરો, સમાન સિંચાઈ દર કરવા જ્યાં સિંચાઈની વ્યવસ્થા નથી ત્યાં સહકાર આધારિત નવી સિંચાઇ વ્યવસ્થા ઉભી કરવી, મીટર પ્રથા નાબૂદ કરવા અથવા સ્વેચ્છિક કરવા મીટર પરનો ફિક્સ ચાર્જ નાબૂદ કરવો, દાંતીવાડા ડેમ તેમજ સીપુ ડેમના કેનાલ દ્વારા પાણી નાખી બનાસ નદીને જીવિત કરવી, ટ્રેક્ટરની ટ્રોલી ખેડૂતોનું આધુનિક ગાડું ગણિ આરટીઓમાંથી ટ્રોલીનો ટેક્સ નાબૂદ કરવો, ખેડૂતોને હાલમાં રાસાયણિક ખાતરમાં જે ભાવ વધારો કરેલ છે તે તત્કાલીન દૂર કરવા માટે દેશના 513 જિલ્લા કેન્દ્ર પર ખેડૂતોના ધરણા કરી દેશના વડાપ્રધાનને આવેદનપત્રો મોકલ્યા હતા પરંતુ હજુ સુધી કોઈ જ પ્રત્યુત્તર જવાબ ન મળતા ખેડૂતો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે અને આગામી 11 જાન્યુઆરી ના રોજ રાષ્ટ્રપતિ મહોદય અને ધરણા કરીને આવેદનપત્ર આપવાનો ખેડૂતોએ કાર્યક્રમ નક્કી કરેલ છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના ખેડૂતોએ રાણપુર ગામ થી બાઇક રેલીનું આયોજન કર્યું હતું આ રેલી ડીસા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી વધુને વધુ લોકો આતા ના કાર્યક્રમમાં જોડાય તેવી ખેડૂતોએ આપેલ કરી હતી