બનાસકાંઠાના થરાદમાંથી પસાર થતો ભારત માલા પ્રોજેક્ટની કામગીરીને લઈ ખેડૂતો જ્યારથી કામગીરી પ્રારંભ થઈ છે ત્યાંથી લઈને આજ સુધી કંપનીની મનમાની અને જોરજબરીથી પરેશાન થઇ ઉઠ્યા છે થરાદના બુઢણપુર ગામના ખેડૂતો બે સિઝનથી પોતાના ખેતરમાં પાક લઈ શકતા નથી રોડની કામગીરીને લઈ ખેડૂતોના ચોમાસુ સિઝન નો પાક લેવો મહા મુશ્કેલ બની ગયો છે બુઢનપુર પાસેથી પસાર થતાં ભારતમાલા રોડની કામગીરીને લઈ ખેડૂતોએ તંત્રને અનેક વખત રજૂઆતો કરી છતાં તંત્ર મોન ધારણ કરીને બેઠું હોય તેમ લાગી રહ્યું છે રોડની કામગીરી દરમિયાન બનાવવામાં આવેલી ગટર લાઈન અને જે જગ્યાએ પાણીનું વેણ હતું તે જગ્યાએ કંપની દ્વારા પુરણ કરતા અનેક ખેડૂતોના ખેતરો પાણીથી જળબંબાકાર ની સ્થિતિ બની જાય છે
સામાન્ય વરસાદ વરસતા ની સાથે જ ખેડૂતોના ખેતરો પાણીથી ભરાઈ જતા ખેડૂતોનો મહામૂલ્ય પાક નિષ્ફળ જાય છે આ બાબતે કંપનીના અધિકારીઓ અને તંત્રને પણ ખેડૂતોએ લેખિત તથા મૌખિક અનેક વખત રજૂઆતો કરી છતાં પરિણામ શૂન્ય રહ્યું છે ખેડૂતોના ખેતર નો પાક નિષ્ફળ જતા પશુપાલન નો નભારો કરવો ખેડૂતો માટે મુશ્કેલ બની ગયો છે ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે તો પૈસા આપીને પણ બાજરી ખરીદી અને ખાઈ શકીશું પણ અમારા પશુઓને ક્યાંથી ખવડાવીશું જો આવી વેદના તંત્ર ના સાંભળતું હોય તો ખેડૂતો હવે રજૂઆત કરે તો કોને કરે જેને લઇ અનેક સવાલો ઉઠવા પામ્યા છે આ બાબતે ખેડૂતોએ જિલ્લા કક્ષા સુધી રજૂઆત કરી છે છતાં તેમનું નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે આ બાબતે જિલ્લા કલેકટર દ્વારા યોગ્ય તપાસ કરી ખેડૂતોની વેદના સાંભળી તાત્કાલિક તેમનું નિવારણ લાવવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે