આજરોજ ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ બેંક.ઓફ.બરોડા સેવા કેન્દ્રમાં નાણાકીય સમાવેશન યોજના અંતર્ગત શિબિર યોજાઈ હતી.ડીસા તાલુકોએ વર્ષોથી ખેતી આધારિત તાલુકો માનવામાં આવે છે.જેના કારણે ખેડૂતો ખેડૂત વિવિધ યોજના અંતર્ગત રોજેરોજ મોટી સંખ્યામાં પૈસાની લેવડદેવડ કરવામાં આવતી હોય છે ત્યારે આજે વધતા જતા ટેકનોલોજીના કારણે ખેડૂતોને સરળતાથી બેંકમાં વ્યવહાર થઈ શકે તે માટે આજે ડીસા તાલુકાના થેરવાડા ગામે બેંક ઓફ બરોડા ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને ખાસ રોજેરોજ જે પૈસાની લેવડ-દેવડ કરતી હોય તે કઈ રીતે સરળતાથી કરી શકાય તે માટે માહિતી આપવામાં આવી હતી આ શિબિરમાં ડીસા તાલુકાના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા