આજરોજ ડીસા તાલુકાના થેરવાડા ગામે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગંગાબેન બિનહરીફ વિજેતા બન્યા હતા.ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયા બાદ આ વર્ષે અનેક નવા ચહેરાઓ ગ્રામજનોએ પોતાના ગામના વિકાસ માટે વિજેતા બનાવ્યા છે તો બીજી તરફ હવે ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી યોજાયા બાદ આજથી ડીસા તાલુકાના તેને અનેક ગામોમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી ઓ શરૂ થઈ છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના થેરવાડા ગામે પણ ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં સર્વાનુમતે થેરવાડા ગામના ગંગાબેન ચૌધરી બિનહરીફ વરણી થયા હતા થેરવાડા ગામના ગંગાબેન ચૌધરી બિનહરીફ ડેપ્યુટી સરપંચ બનતા ગ્રામજનોએ અને તેમના સમર્થકોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી અને આગામી સમયમાં થેરવાડા ગામનો વધુમાં વધુ વિકાસ થાય અને દરેક સમાજના લોકોનું કામ થાય તે માટે પણ શુભકામનાઓ પાઠવી હતી.આજે યોજાયેલ ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં થેરવાડા ગામના સરપંચ કરમસીભાઈ ધુડિયા તેમજ તલાટી રાણા સાહેબ સહિત મોટી સંખ્યમાં ગ્રામજનો હાજર રહ્યા હતા.સમગ્ર ચૂંટણીનું સંચાલન ડીસા સર્કલ ઓફિસર- એસ.ડી.પંડ્યાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આજે થેરવાડા ગામે યોજાયેલ ડેપ્યુટી સરપંચની ચૂંટણી શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.