બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા ના ડિરેક્ટર તરીકે મોરીખા ગામના વતની રાયમલભાઈ ખેમજીભાઈ ચૌધરી એ વાવ મામલદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર રજુ કર્યું . ગત રોજ વાવ તાલુકા ની ૬૮ મંડળીઓ પૈકી ની ૬૬ મતદારો એ ખુલ્લું સમર્થન આપી બનાસડેરી ના તમામ મતદારો એ એ જીતની બાહેધરી આપી વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો .જેથી સ્પસ્ટ દેખાઈ રહ્યું છે કે વાવ તાલુકા ના ડિરેક્ટર પદે રાયમલભાઈ ખેમજીભાઈ ચૌધરી ની બિનહરીફ વરણી થાય એવી પ્રબળ શક્યતા ઓ જોવા મળી રહી છે ,જે પ્રસંગે પક્ષ પ્રમુખ નાગજીભાઈ પટેલ .ધનજીભાઈ ગોહિલ .તથા પાર્ટી ના અગ્રણી આગેવાનો તથા કાર્યકર્તા હાજર રહ્યા હતા.બનાસડેરી ની ચુંટણી નું જાહેરનામું પ્રસિદ્ધ થતા વાવ પંથક માં રાજકીય અને સહકારી ક્ષેત્રે ભારે ગરમાવો જોવા મળ્યો છે ..