ગાંધી બાપુના ગુજરાત માં દારૂ ની કડક અમલવારી દાવા વચ્ચે બનાસકાંઠા જીલ્લા માં હજુ પણ દારૂ ની હેરાફેરી કરવામાં આવી રહી છે ત્યારે જીલ્લા માં કાયદો અને વ્યવસ્થા લઇ ધજીયા લીરે લીરા હોય તેવું દેખાઈ રહ્યું છે જયારે બનાસકાંઠા ના સરહદી વિસ્તાર માં રોજે રોજ દારૂ પકડાવાની ધટના સામે આવી રહી છે ત્યારે જીલ્લા પોલીસ વડા ની પ્રોહીબીશેન, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરતા એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.તથા આર.જી.દેસાઇ પો.સબ. ઇન્સ્પેક્ટર એલ.સી.બી પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ હે.કોન્સ.ભુરાજી,તથા પો.કો.અમરસિંહ તથા દશરથભાઈ નાઓ થરાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હાલ મલુપુર ગામે રહેતા નરસિંહભાઇ ઉફે છોટુ સવાભાઇ રબારી ના વપરાસ માટે રાખેલ મકાન માં બાતમી હકીકત આધારે રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર ની બોટલ નંગ 674 કિ.રૂ.89400 /- નો ગે.કા.અને વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ રાખી ઘરે હાજર ના માળી આવી ગુનો કરેલ હોઈ તેના વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.