દિયોદર રાવણા રાજપૂત સમાજ દ્વારા વિશાળ બાઇક રેલી મહા સંમેલન યોજાયું

બનાસકાંઠા જિલ્લાના દિયોદર રાવણા રાજપૂત સમાજ બનાસકાંઠા દ્વારા સણાદર ખાતે મહાસમેલન યોજાયું હતું જેમાં પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારત તરફ થી ઇઝરાયલના હાઇફા શહેરને આઝાદ કરવામાં અહમ ભૂમિકા ભજવનાર હાઇફા હીરો રાવણા રાજપૂત મેજર દલપતસિંહ શેખાવત (રાજેસ્થાન) શ્રદ્ધાજલી કાર્યક્રમ અંતર્ગત દિયોદર શહેરમાં ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમસિંહ ભાટી પણ ઉપસ્થિત રહ્યા હતા

દિયોદર સણાદર ખાતે યોજાયેલ મહાસમેલન માં હજારો ની સંખ્યામાં રાવણા રાજપૂત સમાજ ના યુવાનો ઉપસ્થિત રહા હતા જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમસિંહ ભાટી નું દિયોદર ની ધરતી પર સ્વાગત કર્યું હતું જેમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લા માંથી આગામી 23 સપ્ટેનબર ના રોજ જોધપુર રાજેસ્થાન ખાતે હાઇફા હીરો મેજર દલપતસિંહ દેવલી ના 104 બલિદાન દિવસ પર મહાસંમેલન યોજાશે જેમાં ગુજરાત,દિલ્લી,મહારાષ્ટ્ર ,રાજેસ્થાન માંથી લાખો ની સંખ્યામાં રાવણા રાજપૂત સમાજ ના યુવાનો જોડાશે જેને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લા માંથી પણ યુવાનો જોડાય તેવું આહાવન કર્યું હતું આ પ્રસંગે પાંચ પ્રગણા પ્રમુખ અમરતભાઈ ભાટી,ડો સોનાજી ચૌહાણ,કનુભાઈ પઢીયાર,ડો મોહનજી રાઠોડ,કિશોરભાઈ ચૌહાણ જલધારા,જયેશભાઇ મકવાણા,પરાગભાઈ મકવાણા,વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version