બનાસકાંઠા ના વાવ તાલુકા ના ડેડાવા ગામે વરસાદી પાણી માં ગરકાવ થતા ગામ ની આંગણવાડી ,દૂધ મંડળી ,ગ્રામપંચાયત નું ધર ,કોમ્યુનીટી હેલ્થ સેન્ટર સહીત લોકો ના ધરો માં પાણી ભરાયા હોવાના અહેવાલ યે હૈ ન્યુઝ ઇન્ડિયા ચેનલ પ્રસારિત કરવામાં આવતા વાવ મામલતદાર તંત્ર JCB સાથે ડેડાવા ગામે પહોચી પાણી નો નિકાલ કરવાનું કામ હાથધર્યું હતું.જોકે વાવ મામલતદાર કે.એચ,વાઘેલા સાથે ટેલીફોનીક વાતચીત માં જણાવ્યું હતું કે હાલ માં અમારી ટીમ દ્વારા પહેલી પ્રાથમિકતા ભરાયેલું પાણી નો નિકાલ કરવાનું છે. JCB દ્વારા કુલ 4 બંધ નાળા ખોલવામાં આવ્યા હતા અને પાણીનો નિકાલ હાલ ચાલુ છે વધુમાં R &B પંચાયત અને સ્ટેટ ની સંયુક્ત ટીમ બનાવી ભરાયેલા પાણીને નજીકની કેનાલમાં વાળી શકાય કે કેમ તે બાબતે લેવલ નું સર્વે કરવા સૂચન કરાયું હતું.