સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દિવસે ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો એ આમ તો વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે જેના કારણે સમગ્ર ગુજરાતભરમાં બનાસકાંઠા જિલ્લામાં રોજેરોજ ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જિલ્લામાં સૌથી વધુ હત્યા આત્મહત્યા અને દુષ્કર્મ જેવી ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે ત્યારે આજરોજ પાંથાવાડા ખાતે ગામમાં 14 વર્ષીય બાળકી પર ખેતર માલિકે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે પાંથાવાડા ગામ માં ખેતરમાં પ્રાધ્યાપક તરીકે કામ કરતી વિધવા મહિલાની દીકરી પર ખેતર માલિકે જ દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગઇ છે સુરેશ પટેલ 14 વર્ષીય બાળકીનો એકલતાનો લાભ લઇ ખેતરમાં જ દુષ્કર્મ આચર્યુ હતું જે બાદ બાળકીની તબિયત લથડતા તેમને સારવાર રસ્તે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેની સાથે દુષ્કર્મ થયું હોય તેવું જાણવા મળ્યું હતું જે વાત આ સમગ્ર ઘટનાની જાણ પાંથાવાડા પોલીસને કરતા પોલીસે હાલ સુરેશભાઈ પટેલ વિરુદ્ધ 376 (3 )પોકસો-4.6 એટ્રોસીટી 3 ( 2 )5,6 ( 1 )w( 1 ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે