આજરોજ ડીસા તાલુકાના ફાગુદરા ગામે શ્રી હનુમાન દાદા ના મંદિરે ફાગુંદરા સરપંચ શ્રી નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં સમસ્ત ગ્રામજનો તેમજ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ કુચાવાડા ડેલીગેટ અને સમસ્ત ગ્રામજનોએ હાજર રહી સરપંચ પીરાભાઈ મોતીભાઈ ને સાલ ઓઢાડી હાર પહેરાવી સરસ રીતે સન્માન કર્યું હતું અને સરપંચ પીરાભાઈ એ જણાવ્યું હતું કે જેવી રીતે ગામલોકોએ મને બિન હરીફ કરી મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તો હું ગામનો ખુબ આભાર માનું છું અને ઋણ અદા કરું છું અને ગામમાં મારાથી બનતી તમામ સેવાઓ આપીશ અને સરકાર તરફથી જે પંચાયતની ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેનો હું ગામમાં સારી રીતે ઉપયોગ કરીશ જેવી રીતે કે રોડ રસ્તા ગટર લાઈન જેવા કામો કરીશ ગામના સારા વિકાસના કામો કરીશ સાથે સાથે જિલ્લા ડેલિગેટે પણ નવા ચૂંટાયેલા સરપંચોને આવનારા પાંચ વરસમાં દરેક પંચાયતોના સારા કામ કરે અને કુચાવાડા વિસ્તારમાં આવતા તમામ ગામોના સરપંચોને સાથ સહકાર આપવા ની ખાતરી આપી હતી જ્યારે ડીસા તાલુકાના એક્ષ ધારાસભ્ય શ્રી ગોવાભાઇ દેસાઇ એ પણ સરપંચ ના આમંત્રણને માન આપી પોતાનો અમૂલ્ય સમય ફાળવી સરપંચના સન્માન સમારોહમાં હાજરી આપી અને તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા નવયુવાનોને આશીર્વચન આપ્યા હતા અને ગોવાભાઈ એ હનુમાન દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સરપંચ પીરભાઈ તરફથી આવેલ તમામ મહેમાનો અને ગ્રામજનો માટે ભોજન ની પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી