યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ (ધ્રુપલ જયસ્વાલ)
સરહદી બનાસકાંઠા જીલ્લા ના વાવ ખાતે અંદાજે ૩ માસ થી વાવ નવા બસસ્ટેન્ડ પાસે એક મોટો ભૂવો પડ્યો હતો જેમાં અવર જવર લોકો ને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. બીજીબાજુ ભુવા માં પાણી ભરાવા ના કારણે ભારે ગંદગી અને રોગચાળો ફેલાવો થવાની ભીતિ સેવાઈ રહી હતી આ મુદ્દે વારંવાર સરકારી તંત્ર ને રજૂઆત કરવા છતાં પણ તેનું કામગીરી કરવામાં આવતી ના હોવાના કારણે વાવ તાલુકા ના લોકો દ્વારા આ સમગ્ર બાબતે વાવ તાલુકા યુવા ભાજપ ના પ્રમુખ ભરતભાઈ સોઢા (દીપાસરા) ને રજૂઆત કરી હતી.અને વાવ તાલુકા યુવા ભાજપ ના પ્રમુખ ભરતભાઈ સોઢા (દીપાસરા) સ્વ ખર્ચે બસસ્ટેન્ડ આગળ પડેલ ભુવા માં પુરાણ કરી લોકો ને પડતી હાલાકી નો નીવડો લાવ્યો હતો .આ સમગ્ર મામલે યુવા ભાજપ ના પ્રમુખ ભરતભાઈ સોઢા (દીપાસરા) ની કામગીરી ને વાવ ના ગ્રામ જનો એ બિરદાવી હતી.