બનાસકાંઠા ધાનેરા તાલુકા માં શિયાળુ પાક વાવેતર ની સિઝનમાં વાવણીની શરૂઆત થતાં ધાનેરામાં કેટલાંક ખાતર અને બિયારણના વેપારીઓ પણ ખેડૂતોને લૂંટવાના કિસ્સામાં વધી રહ્યા છે ત્યારે ખેડૂતોને ડી.એ.પી. ખાતર ની જગ્યાએ સરદારના નામે ભળતા નામથી પધરાવી દેતા હોવાનું જાણવા મળ્યું હતું અને જે ખરેખર ખાતર નથી તેવું ભટકાવી રહ્યા હોવાની ફરિયાદો ઉભી થવા પામી છે. જેમાં આ અંગે અગાઉ પણ ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી પણ કરાઇ હતી. આ અંગે ખેડૂતો દ્વારા જણાવ્યું હતું કે, “આવા વેપારીઓ સામે કડક પગલા લેવા જોઇએ. જેમાં અધિકારીઓ આવા વેપારીઓ સામે કોઇ કાર્યવાહી કરતાં નથી. જેમાં અધિકારી અને વેપારીઓ ની સાંઠગાઠ હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે .આ અંગે અગાઉ એક ખેડૂતે બાજરીનું બિયારણ ખરાબ નીકળતા તે ખેડૂતે ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી હતી અને તે તપાસ પણ અભરાઇએ ચડાવી દેવામાં આવી છે. ખરેખર આ જગતના તાત સાથે ખોટું કરનાર અને તેને છાવરનારને કુદરત ક્યારેય માફ નહીં કરે આ અંગે કિસાન આગેવાન જેસુંગભાઇ પટેલે જણાવ્યું હતું કે, “જ્યારે પણ બિયારણ કે ખાતરની ખરીદી કરવાની થાય તો સહકારી મંડળીઓ કે તાલુકા સંઘમાંથી જ ખરીદી કરવી જોઈએ જેમાં કોઇ ડુપ્લીકેટ થવાના પ્રશ્નો ન આવે માટે આવા કોઇ ડુપ્લીકેટ માલ આપતા હોય તો પોલીસને જાણ કરવી જોઇએ જેથી આવા લોકો ખુલ્લા પડે અને બીજા ખેડૂતો લૂંટાતા બચી શકે તે માટે તંત્ર સતર્ક બને તેવું કહ્યું હતું