બનાસકાંઠા ના ડીસા થરાદ હાઈવે પર બસ ના અડફેટે આવતા ચિત્રોડા ના મહિલા આધેડ નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે આ અંગે ચકચાર મચીજવા પામી છે જેમાં આ અંગે આગથળા પોલીસે મૃતકના પુત્રની કરિયાદના આધારે નાસી છૂટેલ બસના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આ અંગેની વિગત એવી છે કે, થરાદ-ડીસા હાઇવે પર શુક્રવારે સવારે નં. GJ-18-2-2996 ની માણસા ડેપોની બસ પૂરઝડપે થરાદ તરફ આવી રહી હતી.આ વખતે અગિયાર વાગ્યાના સુમારે લાખણીના ચિત્રોડા ગામની કમીબેન શિવાભાઇ વાલ્મિકી નામની આધેડ અને મજૂરી કામ કરતી . મહીલા રોડ ક્રોસ કરતા તેને બસ ચાલકે બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરી અડફેટે લઇને ટક્કર મારી હતી. રિઆથી રોડ પર પટકાવાના કારણે તેણીને ગભીર ઇજાઓ થતાં કરૂણ અને કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જોકે, બસ ચાલક બસ મૂકીને નાસી છૂટ્યો હતો.આ બનાવને પગલે ટાકીકામ પણ થયું હતું. આ બનાવની જાણ કરવામાં આવતા આગથળા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.આ અંગે મૃતકના પુત્ર નરસિંહભાઇ શિવાભાઇ વાલ્મિકીએ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી